Budget 2022: બજેટ પર નાણામંત્રીની પત્રકાર પરિષદ, આપ્યા દરેક સવાલના જવાબ
Nirmala Sitharaman On Budget: આવકવેરા ટેક્સ પર છૂટના સવાલનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું કે, સરકારે બે વર્ષથી ટેક્સ વધાર્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ Budget 2022 : લોકસભામાં બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, બજેટમાં સામાન્ય લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ વખતના બજેટમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બે વર્ષથી ટેક્સમાં વધારો
આવકવેરા ટેક્સ પર છૂટના સવાલનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું કે, સરકારે બે વર્ષથી ટેક્સ વધાર્યો નથી. એક પણ પૈસો વધારાના ટેક્સ દ્વારા કમાવાનો પ્રયાસ કર્યો નથી. પાછલા વર્ષે પ્રધાનમંત્રીનો આદેશ હતો કે ખોટ કેટલી પણ હોય મહામારીમાં જનતા પર ટેક્સનો બોઝ નાખવો નહીં. આ વખતે પણ નિર્દેશ હતો.
RBI ડિજિટલ કરન્સી જારી કરશે
તેમણે કહ્યું કે યોજના મુજબ LICમાં રોકાણ કરવામાં આવશે. RBI દ્વારા ડિજિટલ કરન્સી જારી કરવામાં આવશે. ક્રિપ્ટોકરન્સી પર પ્રતિક્રિયા આપતા નાણામંત્રીએ કહ્યું, 'અમે ક્રિપ્ટોને કાયદાકીય ચલણ તરીકે માનતા નથી.'
100 વર્ષનું વિશ્વનું બજેટ
આ પહેલા બજેટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી મોદીએ 100 વર્ષના વિશ્વાસનું બજેટ કહ્યું હતું. તેમણે કહ્યું કે બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેનાથી આવનારા સમયમાં રોકાણ વધશે અને યુવાનો માટે રોજગારીની તકો વધશે. તેમણે કહ્યું કે કોરોના મહામારી વચ્ચે આ આસ્થાનું બજેટ છે.
આ પણ વાંચોઃ Union Budget 2022: ભારતીય નાગરિકોને મળશે E-Passports! જાણો શું છે આ અને કઈ રીતે કરે છે કામ
બજેટની 10 મોટી વાતો
1. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા જણાવ્યું કે જલદી એલઆઈસીનો આઈપીઓ આવશે. આ નાણાકીય વર્ષમાં તેની પ્રક્રિયા શરૂ થઈ જશે. મહત્વનું છે કે એલઆઈસીના આઈપીઓની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.
2. અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો, રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવાનો અને રોગચાળા સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ Budget 2022: આ છે નિર્મલા સીતારમણની બજેટ બ્રિગેડ, જાણો ક્યા-ક્યા ચહેરા છે સામેલ
3. આત્મનિર્ભર ભારતમાં આગામી પાંચ વર્ષમાં 60 લાખ નવી નોકરીઓ અને 30 લાખ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
4. બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 20 હજાર કરોડ આપીશું. લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડશું. 7 એન્જિન પર દેશની ઇકોનોમી દોડશે.
5. નાણામંત્રી સીતારમણે કહ્યું કે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો પાસેથી વિક્રમી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવાનું કામ કરવામાં આવશે. 2022-23માં 60 કિલોમીટર લાંબા રોપવે બનાવવામાં આવશે. ભારતમાં ગરીબી દૂર કરવાનો પ્રયાસ કરશે.
6. નાણાકીય વર્ષ 2021-22માં દેશનો આર્થિક વિકાસ દર 9.2 ટકા રહેવાનો અંદાજ છે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના સરકારના પ્રયાસોના પરિણામો દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Budget 2022 : નાણામંત્રીની જાહેરાત, આગામી ત્રણ વર્ષમાં નવી 400 વંદેભારત ટ્રેન ચાલશે
7. ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને શાળાઓમાં દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી લગાવવાનું કામ કરવામાં આવશે. સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા યુવા શક્તિ બનાવવા માટે અને સરકારી યોજનાઓ હેઠળ કુશળ કામદારો બનાવવા માટે કામ કરવામાં આવશે.
8. સરકારે MSP દ્વારા ખેડૂતોના ખાતામાં 2.37 કરોડ રૂપિયા મોકલ્યા છે. સજીવ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર તરફથી કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
9. પીએમ આવાસ યોજના હેઠળ 48 હજાર કરોડ રૂપિયામાં 80 લાખ ઘર બનાવવાનું કામ કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં નવા મકાનો અને ગ્રામીણ વિસ્તારો માટે આધુનિક મકાનોના નિર્માણ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવશે.
10. પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફરની સુવિધા પણ ઉપલબ્ધ હશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે