Union Budget 2022: ભારતીય નાગરિકોને મળશે E-Passports! જાણો શું છે આ અને કેવી રીતે કરશે કામ?
સામાન્ય પાસપોર્ટ જેવું જ કરવા માટે આ વર્ષે ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે, જે એમ્બેડેડ ચિપ્સ અને ફ્યૂચરિસ્ટિક ટેકનોલોજી સાથે આવશે. આ ઈ-પાસપોર્ટમાં માઈક્રોચિપ્સ ફીટ કરવામાં આવશે જેમાં જરૂરી સુરક્ષા ડેટા સ્ટોર કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને વચનો લેવામાં આવ્યા છે. બજેટ સત્રમાં મંત્રીએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ ભારતના નાગરિકોને વિદેશ પ્રવાસ માટે ઈ-પાસપોર્ટ પણ આપવામાં આવશે.
ભારતીય નાગરિકોને મળશે ઈ-પાસપોર્ટ
સામાન્ય પાસપોર્ટ જેવું જ કરવા માટે આ વર્ષે ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે, જે એમ્બેડેડ ચિપ્સ અને ફ્યૂચરિસ્ટિક ટેકનોલોજી સાથે આવશે. આ ઈ-પાસપોર્ટમાં માઈક્રોચિપ્સ ફીટ કરવામાં આવશે જેમાં જરૂરી સુરક્ષા ડેટા સ્ટોર કરવામાં આવશે. હાલમાં ભારત પોતાના નાગરિકોને માત્ર પ્રિન્ટેડ પાસપોર્ટ જ આપે છે.
શું છે આ ઈ-પાસપોર્ટ
જો તમે વિચારી રહ્યા હોવ કે આ ઈ-પાસપોર્ટ શું છે, તો અમે તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટ સામાન્ય પ્રિન્ટેડ પાસપોર્ટથી બહુ અલગ નથી, તે સામાન્ય પાસપોર્ટ કરતા વધુ સુરક્ષિત છે. આ કારણોસર ઈ-પાસપોર્ટ તમામ માહિતીને એક ચિપમાં રાખશે જે સામાન્ય પાસપોર્ટમાં છાપવામાં આવે છે, જેમ કે તમારું નામ, તમારું સરનામું, તમારો જન્મદિવસ વગેરે.
ઈ-પાસપોર્ટના ફીચર્સ
ઈ-પાસપોર્ટની ફીચર્સની વાત કરીએ તો આ પાસપોર્ટમાં ફીટ કરવામાં આવેલી ચિપ તે વ્યક્તિ વિશે તમામ જાણકારી સ્ટોર કરશે, જેનો આ પાસપોર્ટ છે. આ ઈ-પાસપોર્ટ 64 કિલોબાઈટ સ્ટોરેજ સ્પેસ અને એક રેક્ટેંગ્યૂલર એન્ટેના સાથે આવશે જે પાસપોર્ટમાં જ એમ્બેડ કરવામાં આવશે. આ ચિપ પાસપોર્ટની પાછળ ફીટ કરવામાં આવશે. શરૂઆતમાં આ ચિપમાં પાસપોર્ટ ધારકની પ્રથમ 30 આંતરરાષ્ટ્રીય મુસાફરી વિશેની તમામ માહિતી હશે અને પછીથી આ પાસપોર્ટમાં ધારકનો ફોટોગ્રાફ અને તેની બાયોમેટ્રિક માહિતી પણ હશે.
તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટની પ્રથા દુનિયાના 120 દેશોમાં પહેલાથી જ છે, જેમાં જર્મની, યુકે અને યુએસનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે