Sachin Tendulkar ને પવારની ચેતવણી- પોતાના ક્ષેત્રથી અલગ વિષય પર બોલવામાં રાખે સાવધાની
એનસીપી (NCP) સુપ્રીમોએ કહ્યુ કે, તનતોડ મહેનત કરી આ દેશને અનાજ આપી આત્મનિર્ભર બનાવનારા કિસાનોનું આ આંદોલન છે. કિસાનોને બદનામ કરવા સારી વાત નથી.
Trending Photos
મુંબઈઃ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ થોડા દિવસ પહેલા ટ્વીટ કર્યુ હતુ કે કિસાન આંદોલન (Kisan andolan) માં બહારની શક્તિઓએ દખલઅંદાજી ન કરવી જોઈએ. ભારતીયો જ ભારતીય વિશે વિચારવામાં સક્ષમ છે. સચિન તેંડુલકરના આ ટ્વીટ પર રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર (Sharad pawar) એ સચિનને પોતાના ક્ષેત્રને છોડીને કોઈ અલગ વિષય પર બોલવામાં સાવધાની રાખવાની સલાહ આપી છે.
શરદ પવારે (Sharad pawar) પુણેમાં પત્રકારો સાથે વાત કરતા સચિન (Sachin Tendulkar) અને લતા મંગેશકરના કિસાન આંદોલને લઈને આપેલા નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા નામ લીધા વગર કહ્યુ કે, તેણે આંદોલનને લઈને જે વાત રાખી છે, તેનાથી જનતામાં નારાજગી છે. તેમણે કહ્યું કે, કિસાન આંદોલન (Kisan andolan) ને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીને નેતા ક્યારેક આંદોલનકારીઓને ખાલિસ્તાની કહે છે તો ત્યારે બીજુ કંઈ કહીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.
#WATCH: NCP chief Sharad Pawar says, "Many people have reacted sharply to the stand taken by them (Indian celebrities). I would advise Sachin (Tendulkar) to exercise caution while speaking about any other field." pic.twitter.com/adUmovzzDX
— ANI (@ANI) February 6, 2021
એનસીપી (NCP) સુપ્રીમોએ કહ્યુ કે, તનતોડ મહેનત કરી આ દેશને અનાજ આપી આત્મનિર્ભર બનાવનારા કિસાનોનું આ આંદોલન છે. કિસાનોને બદનામ કરવા સારી વાત નથી. પવારનો કૃષિ મંત્રી રહેતા લખેલો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને સફાઈ આપતા એનસીપી નેતાએ કહ્યુ કે, હા મેં પત્ર લખ્યો હતો. તે પત્રમાં બે-ત્રણ વાતો પણ સ્પષ્ટ લખી હતી કે કૃષિને લઈને કાયદામાં સુધાર લાવવો જરૂરી છે. તે માટે બધા રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કેટલાક મંત્રીઓની કમિટી બનાવી હતી. મહારાષ્ટ્રના હર્ષવર્ધન પાટિલને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Kisan Andolan: રાકેશ ટિકૈતનું સરકારને અલ્ટીમેટમ, 2 ઓક્ટોબર સુધી પરત લે કૃષિ કાયદો, બાકી....
દેશના પૂર્વ કૃષિ મંત્રી (Sharad pawar) એ કહ્યુ કે, કમિટીના રિપોર્ટ બાદ દરેક રાજ્યને પત્ર લખ્યો હતો. આ એટલા માટે કારણ કે કૃષિ રાજ્યનો વિષય છે. દિલ્હીમાં બેસીને તે માટે કાયદો બનાવવાની જગ્યાએ દરેક રાજ્ય સાથે વાત કરવી જોઈએ. તેથી દરેક રાજ્યને પત્ર લખ્યો હતો જેની વાત આ લોકો કરી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, આ પ્રકારનો કાયદો લાવવો છે તો દરેક રાજ્યની રૂચિ હોવી જોઈએ પરંતુ હાલની સરકારમાં કૃષિ વિભાગના લોકોએ દિલ્હીમાં ચાર દીવાલની અંદર બેસીને ત્રણ કાયદા બનાવ્યા અને તેને સંસદમાં પાસ કરાવી દીધા.
પવારે ભાજપ પર લગાવ્યો આરોપ
શરદ પવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર ખોટી રીતે કાયદો લાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, અમારો ત્યારે આ પ્રકારે કાયદો બનાવવાનો ઉદેશ્ય નહતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને તેની જાણકારી નથી, જે આ પત્રની વાત કરી રહ્યાં છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે, તોમરનો અનાદાર નથી કરતા પરંતુ કિસાન આંદોલનને લઈને ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ હસ્તક્ષેપ કરવો જોઈએ. તે જરૂરી થઈ ગયું છે. પવારે કહ્યુ કે, ખુદ પ્રધાનમંત્રી કે પછી રક્ષામંત્રી રાજનાથ સિંહ કે નીતિન ગડકરીને જવાબદારી સોંપવી જોઈએ જેથી કિસાન આંદોલનને કોઈ હલ નિકળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે