આ ઝાડ નહી પણ પૈસાનું ઝાડ છે, જેના પાંદડે પાંદડે ઉગે છે 2000 ની નોટો
Trending Photos
* પાંદડા વગરનું આ ઝાડ તમને બનાવી શકે છે કરોડપતિ, એક જ વૃક્ષની કિંમત 10 કરોડ રૂપિયા!
* એક વૃક્ષની કિંમત 10 કરોડ રૂપિયા! એક વખત વાવીને સીધા કરોડપતિ બની શકાય?
મિતેશ માળી/વડોદરા : પાદરાના ગણપતપુરા ગામ પાસે આવેલ મહાવૃક્ષ (હેરીટેઝ ટ્રી) રૂખડો અને ઘેલા ઝાડ તરીકે ઓળખાતું હોય છે. આ ઝાડ 950 વર્ષ જૂનું છે જેની કિંમત રૂ. 10 કરોડ છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાદરાના ગણપતપુરા ગામ પાસે આવેલ મહાવૃક્ષ (હેરીટેઝ ટ્રી) રૂખડો જેને આ વિસ્તારમાં ઘેલા ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. 950 વર્ષ જુના આ મહાકાય વૃક્ષ અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને નિહાળવા માટે રોજ અનેક લોકો આવતા હોય છે. 950 વર્ષ આ જુના વૃક્ષને સુપ્રીમ કોર્ટ દ્વારા એક વૃક્ષની એક વર્ષનીં કિંમત રૂ. 74500 પ્રમાણેના હિસાબથી મહાકાય વૃક્ષની કિંમત કરોડો રૂપિયા થઈ શકે છે, ત્યારે પાદરાના ગણપતપુરા ગામ પાસે આવેલ આ ઘેલા ઝાડનું આયુષ્ય 2 હજાર વર્ષ હોય છે.
આ વૃક્ષને રૂખડો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આ ઝાડ મૂળ આફ્રિકા અને માડાગાસ્કરનું છે. આ વૃક્ષ આરબ વેપારીઓ દ્વારા ભારતમાં લવાયું હતું. કલ્પવૃક્ષ અને બાઓબાબના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ ગોરખનાથે આ વૃક્ષ નીચે બેસી તપસ્યા કરી હતી. જેના કારણે તેને ગોરખ આબલો પણ કહેવામાં આવે છે. આ મહા વૃક્ષને વન વિભાગની સાથે આસપાસના રહીશો પણ દેખરેખ રાખતા હોય છે. સ્થાનિકોનું માનીએ તો આ વૃક્ષના મૂળિયા 200 મીટર ઊંડા અને 300 મીટરની ત્રીજયાંમાં ફેલાય હોવાનું જણાવ્યું હતું. વિદેશીઓ પણ આ ઝાડની મુલાકતે આવતા હોય છે.
મહાવૃક્ષ જેને ઘેલા ઝાડ તરીકે ઓળખાય છે. તે વિસ્તાર રમણીય અને શાંત હોવાથી અનેક લોકો અહીંયા આવતા હોય છે. જે આ સ્થળને પર્યટન તરીકે વિકાસ થાય તેવી માંગ સ્થાનિક યુવાને કરી હતી. ઝાડમાં મોટા ભાગના પોપટ પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. આ ઘેલા ઝાડ તરીકે પ્રસિદ્ધ મેળવવાના કારણે સ્થાનિક ગ્રામવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. મહાવૃક્ષની સંપૂર્ણ પણે પાદરા વન વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આ વૃક્ષની વિશેષતા અંગે વન વિભાગે માહિતી આપી હતી. પાદરા તાલુકા માટે ગૌરવવંતુ આ વૃક્ષની સૌ અચૂક મુલાકાત લે માટે અપીલ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે