દુનિયામાં કોરોનાનો અંત ક્યારે આવશે તેનો દાવો કર્યો આ નોબલ વિજેતા વૈજ્ઞાનિકે, કહ્યું કે...

દુનિયાભરમાં ફેલાયેલ પેનિક અને સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે નોબેલ વિજેતા વૈજ્ઞાનિકે રાહત આપતો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકનો દાવો છે કે, વિશ્વમાં ફેલાયેલા મહામારી કોરોના હવે માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. દુનિયામાં ફેલાયેલ કોરોનાના સૌથી ખરાબ દિવસો હવે પૂરા થવાના છે. હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરતી નજર આવશે. નોબલ પુરસ્કારથી સન્માનિત અને સ્ટેનફોર્ડ બાયોફિજિસિસ્ટ માઈકલ લેવિટે (Michael Levitt) દાવો કર્યો છે કે, કોરોના જલ્દી જ નાબૂદ થઈ જશે. માઈકલ એ જ વૈજ્ઞાનિક છે, જેઓએ ચીનમાં કોરોનાની સ્થિતિને લઈને સટીક ભવિષ્યવાણી કરી હતી. માઈકેલએ 2013માં રસાયણ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર જીત્યો હતો.
દુનિયામાં કોરોનાનો અંત ક્યારે આવશે તેનો દાવો કર્યો આ નોબલ વિજેતા વૈજ્ઞાનિકે, કહ્યું કે...

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયાભરમાં ફેલાયેલ પેનિક અને સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે નોબેલ વિજેતા વૈજ્ઞાનિકે રાહત આપતો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકનો દાવો છે કે, વિશ્વમાં ફેલાયેલા મહામારી કોરોના હવે માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. દુનિયામાં ફેલાયેલ કોરોનાના સૌથી ખરાબ દિવસો હવે પૂરા થવાના છે. હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરતી નજર આવશે. નોબલ પુરસ્કારથી સન્માનિત અને સ્ટેનફોર્ડ બાયોફિજિસિસ્ટ માઈકલ લેવિટે (Michael Levitt) દાવો કર્યો છે કે, કોરોના જલ્દી જ નાબૂદ થઈ જશે. માઈકલ એ જ વૈજ્ઞાનિક છે, જેઓએ ચીનમાં કોરોનાની સ્થિતિને લઈને સટીક ભવિષ્યવાણી કરી હતી. માઈકેલએ 2013માં રસાયણ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર જીત્યો હતો.

રોકાણકારો આ બદલાવની લે ખાસ નોંધ, કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય બદલાયો  

જલ્દી જ કન્ટ્રોલ થઈ જશે મહામારી
લોસ એન્જેલસ ટાઈમ્સને આપવામાં આવેલ એક ઈન્ટરવ્યૂમાં એક દાવો કર્યો છે કે, દુનિયાભરમાં કોરોનાને લઈને પેનિક વધુ ફેલાઈ ગયું છે. પરિસ્થિતિ એટલી ભયાનક નથી, જેટલી આશંકા વ્યક્ત કરાઈ હતી. હવે જો વૈજ્ઞાનિકની વાત સાચી માનવામાં આવે તો આ ખૌફના માહોલમાં આ રાહતના સમાચાર છે. હકીકતમાં માઈકલનો દાવો એટલા માટે મહત્વનો ગણવામાં આવે છે કે, તેમણે ચીનમાં ફેલાયેલ કોરોન વાયરસને કન્ટ્રોલને લઈને યોગ્ય આકલન કર્યું હતુ. વિશ્વભરના એક્સપર્ટસનું માનવું હતું કે, ચીનને કોરોના વાયરસ સામે લડવા માટે સમય લાગશે. પરંતુ માઈકલે કહ્યું હતું કે, નવા કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા, જલ્દી જ તેના પર કન્ટ્રોલ મેળવી લેવાશે.

ચીનને લઈને કરેલી ભવિષ્યવાણી યોગ્ય
માઈકેલ લેવિટના એક બ્લોગ મુજબ, તેમણે ચીનમાં પેદા થયેલ પરિસ્થિતિને જોત કહ્યું હતું કે, કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મતલબ કે, આગામી દિવસોમાં કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો પણ ઘટવા લાગશે. માઈકેલની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી અને ચીનમાં માર્ચના પહેલા સપ્તાહમાં જ મરનારાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ચીનની ઈકોનોમી પાછી પાટા પર આવતી દેખાઈ રહી છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનના હુબેઈ પ્રાંત હવે બે મહિનાના લોકડાઉન બાદ ખૂલવા જઈ રહ્યું છે. 

મોતનો આંકડો પણ સાચો નીકળ્યો
માઈકેલ લેવિટે પોતાની પહેલી ભવિષ્યવાણીમાં જ ચીનમાં કોરોનાથી સંક્રમિત અને તેનાથી થનારા મોતનો આંકડો બતાવ્યો હતો. તેમણે ચીનમાં 3250 મોતના આંકડાનું અનુમાન લગાવ્યું હતું. કુલ 8000 લોકો સુધી તે ફેલાવાનું અનુમાન હતું. તો દુનિયાભરના એક્સપર્ટસનું માનવુ હતું કે, આ આંકડો લાખોમાં જઈ શકે છે. અત્યાર સુધી ચીનમાં 3287 મોત થઈ ચૂક્યા છે અને 81285 કેસ સામે આવ્યા છે.     

અમેરિકા પણ જલ્દી જ પાર કરી લેશે
માઈકલ હવે બીજા દેશો માટે પણ ચીનવાળો ટ્રેન્ડ જ ફોલો કરી રહ્યા છે. લેવિટનો દાવો છે કે, અમેરિકા પણ જલ્દી જ કોરોના વાયરસના સંક્રમણમાંથી બહાર આવી જશે. જોકે, આશંકા લગાવાઈ છે કે, અમેરિકાને તેમાંથી બહાર આવવા થોડો સમય લાગશે. રોજ આવી રહેલા નવા કેસને જોતા માઈકલે દાવો કર્યો છે કે,  મોટાભાગના દેશોમા રિકવરી આવવાના સંકેત છે. ચીન અને દક્ષિણ કોરિયામા નવા કેસની સંખ્ય સતત ઘટી રહી છે. જોકે, બીજા દેશોમાં આકંડો હજી પણ નુકસાનીવાળો છે. પરંતુ તેમાં હવે વધુ તેજી નહિ આવે. વૈજ્ઞાનિકોનું પણ એવું માનવુ છે કે,  અનેક દેશોમાં મોટાભાગના આંકડા ઓછા ટેસ્ટિંગને કારણે સામે નથી આવી રહ્યાં. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો કે, હાલના આંકડાના આધાર પર આગળ સંખ્યામાં ઘટાડો જોવા મળશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news