Lock down : લોકપ્રિય સિરીયલ રામાયણનું ફરીથી પ્રસારણ ફાઇનલ, તારીખ અને સમય જાણવા કરો ક્લિક

14 એપ્રિલ સુધીના લોકડાઉન સુધી લોકો માટે ઘરમાં બેસીને સમય પસાર કરવાનું ભારે પડાકારજનક બની ગયું છે. આ માટે સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે

Lock down : લોકપ્રિય સિરીયલ રામાયણનું ફરીથી પ્રસારણ ફાઇનલ, તારીખ અને સમય જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : 14 એપ્રિલ સુધીના લોકડાઉન સુધી લોકો માટે ઘરમાં બેસીને સમય પસાર કરવાનું ભારે પડાકારજનક બની ગયું છે. આ માટે સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે જનતાની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 28 માર્ચથી લોકપ્રિય સિરિયલ રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવશે. આ સિરિયલને દૂરદર્શન પર જોઈ શકાશે. 28 માર્ચથી સવારે 9.10 કલાકે એક એપિસોડ અને રાત્રે 9.10 કલાકે બીજો એપિસોડ દેખાડવામાં આવશે. 

આ બંને મહાકાવ્યો સિરિયલ સ્વરુપે જ્યારે દૂરદર્શન પર 90ના દાયકામાં પ્રસારિત થતા હતા ત્યારે તેને જોવા માટે દર્શકો ટીવી સામે બેસી જતા હોવાથી દેશમાં ઘણા ભાગમાં સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળતી હતી. આ બે સિરિયલોની લોકપ્રિયતાની તોલે કદાચ બીજો કોઈ ટીવી શો નહી આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news