સુરક્ષાદળો આકરા પાણીએ, J&Kમાં બે ઓપરેશન દરમિયાન 8 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના શોપિયા તથા અવંતિપોરામાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ બે વિસ્તારમાં થયેલી આતંકી અથડામણમાં 8 આતંકીઓનો ખાતમો કર્યો. જેમાં શોપિયામાં 5 અને પમ્પોરમાં 3 આતંકીઓ માર્યા ગયાં. બંને વિસ્તારોમાં પહેલેથી સર્ચ ઓપરેશન ચાલુ હતાં. જવાનોની સતર્કતાના કારણે સુરક્ષાદળોને આજે સવારે આતંકીઓના સફાયામાં સફળતા મળી છે.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયા તથા અવંતિપોરામાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ બે વિસ્તારમાં થયેલી આતંકી અથડામણમાં 8 આતંકીઓનો ખાતમો કર્યો. જેમાં શોપિયામાં 5 અને પમ્પોરમાં 3 આતંકીઓ માર્યા ગયાં. બંને વિસ્તારોમાં પહેલેથી સર્ચ ઓપરેશન ચાલુ હતાં. જવાનોની સતર્કતાના કારણે સુરક્ષાદળોને આજે સવારે આતંકીઓના સફાયામાં સફળતા મળી છે.
કોરોનાકાળમાં પણ આતંકીઓ નાપાક હરકત કરવાનું છોડતા નથી પરંતુ ભારતીય સુરક્ષાદળો હવે આકરા પાણીએ છે. આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં 8 આતંકીઓનો સફાયો કર્યો. જમ્મુ અને કાશ્મીરમાં આ અથડામણ શોપિયા અને અવંતિપોરામાં થઈ. અવંતિપોરાના પમ્પોરમાં 3 આતંકીઓ મસ્જિદમાં ઘૂસી ગયા હતાં. પરંતુ સુરક્ષાદળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને તેમને બહાર નીકળવા માટે મજબૂર કરી ઠાર કર્યાં. આ બાજુ શોપિયામાં અથડામણ દરમિયાન 5 આતંકીઓને ઠાર કરાયા. છેલ્લા 24 કલાકમાં કુલ 8 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો.
જે શોપિયા આતંકીઓનો ગઢ ગણાતું હતું ત્યાં છેલ્લા કેટલાક સમયથી આતંકના સફાયા માટે અભિયાન ચાલી રહ્યું છે. સુરક્ષાદળોનું ધ્યાન અત્યારે સૌથી વધુ કાશ્મીરના શોપિયા પર છે. શોપિયામાં છેલ્લા 14 દિવસમાં 22 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. 7 જૂનના રોજ 5 આતંકીઓ માર્યા ગયા હતાં. 8 જૂને 4 આતંકીઓ, 10 જૂને 5 આતંકીઓ, અને 16 જૂનની સવારે 3 આતંકીઓ ઠાર થયા હતાં.
જુઓ LIVE TV
આ બાજુ 18 જૂનના રોજ પણ એક આતંકીને ઠાર કરાયો હતો. તથા આજે શોપિયામાં 3 આતંકીઓ ઠાર કરાયા. 2014થી જે રીતે આતંકીઓનો ખાતમો થઈ રહ્યો છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે હવે કાશ્મીરમાં આતંકનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. સ્પષ્ટ છે કે આતંકવાદના સંક્રમણનો અંત હવે જરૂરી છે. સુરક્ષાદળોનો સંકલ્પ છે કે ઘાટીથી આતંકવાદનો ખાતમો નજીક છે. આતંક ફેલાવનારાઓને સીધોસટ સંકેત છે કે અટકી જાઓ નહીં તો થશે અંત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે