સામૂહિક આત્મહત્યામાં ખુલાસો : બંને સગા ભાઈઓએ પુત્રોને ફરવા લઈ જવાનું કહીને મોત આપ્યું

અમદાવાદમાં એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળતા સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. વિઝોલ રિંગરોડ નજીક આવેલ પ્રયોસા રેસિડેન્સીમાં 4 બાળકો અને બે પુરુષો સહિત 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાળકોની હત્યા કર્યા બાદ પિતાએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી પોલીસે આપી હતી. બંન્ને સગા ભાઈઓ પુત્રોને ફરવા લઈ જવાનું કહી ઘરેથી લઈ ગયા હતા. ત્યારે ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ નામના ભાઈઓએ આવું કેમ કર્યું, અને આ સામૂહિક આપઘાત છે કે હત્યા તે અંગે વટવા GIDC પોલીસે તપાસ શરૂ કરી છે.
સામૂહિક આત્મહત્યામાં ખુલાસો : બંને સગા ભાઈઓએ પુત્રોને ફરવા લઈ જવાનું કહીને મોત આપ્યું

અર્પણ કાયદાવાલા/મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળતા સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. વિઝોલ રિંગરોડ નજીક આવેલ પ્રયોસા રેસિડેન્સીમાં 4 બાળકો અને બે પુરુષો સહિત 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાળકોની હત્યા કર્યા બાદ પિતાએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી પોલીસે આપી હતી. બંન્ને સગા ભાઈઓ પુત્રોને ફરવા લઈ જવાનું કહી ઘરેથી લઈ ગયા હતા. ત્યારે ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ નામના ભાઈઓએ આવું કેમ કર્યું, અને આ સામૂહિક આપઘાત છે કે હત્યા તે અંગે વટવા GIDC પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર

મૃતકોના નામ
1 અમરીશ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ ૪૨ 
2. ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ 40 
3. મયુર અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 12 
4. ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ ૧૨ 
5. કીર્તિ અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ ૯ 
6. શાનવી ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ 7

સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે 

આ સામૂહિક આત્મહત્યા અંગે ઝોન-6ના ડીસીપી બિપીન આહીરેએ જણાવ્યું કે, બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. પ્રયોસા રેસિડન્સીમાં સાતમા માળે છ મહિના પહેલા બંને ભાઈઓએ એક ફ્લેટ રાખ્યો હતો. પરંતુ ફ્લેટમાં રહેતા ન હતા. એક ભાઈનું ઘર વટવા અને બીજા ભાઈનું ઘર હાથીજણ છે. ઘટના સમયે બંનેની પત્ની ઘરે હતી અને 17મીએ બંને ભાઈ બાળકોને ફરવા લઇ જવાનું કહી અને બાળકોને ભાડાના મકાનમાં લઇ ગયા હતા. 17 તારીખે બંન્ને ભાઈઓ પોત પોતાના બાળકોને લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારથી પરિવાર સાથે તેઓ સંપર્કમાં ન હતા. બંને ભાઈઓ પરિવારના કોલ પણ રિસીવ કરતા ન હતા. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડે તાળું તોડી તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં બાળકોને ઘેન ચઢે એવું પીણું પીવડાવીને તેમને ગળે ફાંસો આપ્યો હોવાનું ખૂલ્યું છે. જોકે, અમે અન્ય મામલા અંગે પણ તપાસ કરી રહ્યાં છે. બેંકની નોટિસ અંગે બેક મૅનેજર સાથે વાત કરી છે. હાલ તેમના પરિવારની પૂછપરછ શક્ય નથી. કારણ કે, પરિવાર માનસિક રીતે તૂટી ગયો છે. હાલ 6ના  અકસ્માતે મોત તરીકે કેસ દાખલ થશે. બાદમાં તપાસ દરમ્યાન વધુ કલમ ઉમેરાશે. વૈજ્ઞાનિક પુરાવા ના આધારે તપાસ કરાઈ રહી છે. બંને ભાઈઓના કોલ ડિટેલ્સ, cctv ની તપાસ કરાઈ રહી છે. હાલ પરિવાર આઘાતમાં હોવાથી વધુ પૂછપરછ શકય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news