આઝમ ખાનનાં રિઝોર્ટમાં પકડાઇ વિજ ચોરી, કનેક્શન કપાયું વધારે એક ફરિયાદ દાખલ
Trending Photos
રામપુર : સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક પછી એક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે હવે તેમના રિઝોર્ટમાં વિજ ચોરી પકડાઇ છે. આઝમ ખાન હમસફર રિજોર્ટમાં ગુરૂવારે વિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન રિઝોર્ટમાં વિજચોરી પકડાઇ હતી. રિઝોર્ટમાં વિજ કનેક્શન કાપી દેવાયું છે અને ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વિજ વિભાગનાં જેઇ દ્વારા કાર્યવાહીની પૃષ્ટી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી
મળતી માહિતી અનુસાર રિઝોર્ટમાં દરોડાની કાર્યવાહી દરમિયાન અહીં નલકુપ વિભાગનો ટ્યુબવેલ પણ મળી આવ્યો છે. આ ટ્યુબવેલને ખેડૂતોની ખેતરોની સિંચાઇ માટે લગાવાયો હતો. તંત્ર તપાસ કરી રહ્યું છે કે આનું પાણી ખેડુતોને મળતું હતું કે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનની વિરુદ્ધ ગત્ત દિવસો પોલીસ તંત્રએ તાબડતોબ કાર્યવાહી કરી છે. આઝમ પર ચૂંટણી દરમિયાન અભદ્રભાષાનો પ્રયોગ કરવા જમીન હડપવા, બિનકાયદેસર સંપત્તી જપ્ત કરવા, પુસ્તકો ચોરવા, ઝાડ કાપવા જેવા અલગ અલગ 64 કેસ નોંધાયા છે.
રેલવેએ પહેલા કહ્યું મફત પહોંચાડીશું પાણી, હવે 9 કરોડનું બિલ પકડાવ્યું !
આઝમે રામપુરમાં પોતાની વિરુદ્ધ નોંધાયેલી જમીન હડપવાનાં 29 કિસ્સામાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ગત્ત અઠવાડીયે તેમના જામીન અરજી દાખલ કરવામાં આવી છે. યોગી સરકાર પણ આઝમ ખાનને પહેલા ભુમાફિયા જાહેર કરી ચુકી છે. ધરપકડની લટકતી તલવારને જોઇ આઝમ ખાન લોકસભા ચૂંટણી જીત્યા બાદથી એક પણ વાર પોતાના સંસદીય વિસ્તારમાં નથી પહોંચ્યા.
આ 100 વર્ષ જૂનું 'ઈશ્કિયા ગણેશ' મંદિર છે ગજબ, પ્રેમીઓનું કરાવે છે મિલન, જાણો કહાની
આઝમના બચાવમાં ઉતર્યા મુલાયમ સિંહ યાદવ
જો કે તમામ મુશ્કેલીઓ છતા પણ આઝમ ખાનને બુધવારે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને એસપી સંરક્ષક મુલાયમ સિંહ યાદવનો સાથ મળ્યો હતો. તેમણે બુધવારે 2 વર્ષ બાદ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, બિમારીના કારણે તેઓ મીડિયાથી દુર હતા. આઝમ ખાને ઘણી મહેનત કરીને જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કરાવ્યું છે અને તેમને રાજનીતિક ષડયંત્ર હેઠલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે