'મમતા પર હુમલો નહીં, દુર્ઘટના', EC ની મોટી કાર્યવાહી, CM ના સિક્યોરિટી ડાયરેક્ટર સહિત DM-SP ને હટાવ્યા

પંચે રાજ્યના મુખ્ય સચિવને કહ્યુ છે કે સીએમ મમતા મામલામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ નિર્ણાયક  થાય. સાથે ડ્યૂટીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સખત સજા મળે.
 

'મમતા પર હુમલો નહીં, દુર્ઘટના', EC ની મોટી કાર્યવાહી, CM ના સિક્યોરિટી ડાયરેક્ટર સહિત DM-SP ને હટાવ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ના ચૂંટણી પ્રચારમાં ઈજાગ્રસ્ત થયા બાદ રાજકીય ઘમાણાસ શરૂ થયું છે. આ મામલામાં ટીએમસી નેતાઓએ ચૂંટણી પંચ (EC) સાથે મુલાકાત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી. તો આ મામલાને લઈને રવિવારે ચૂંટણી પંચે વિશેષ બેઠક બોલાવી હતી. ત્યારબાદ નંદીગ્રામ મામલા પર પંચે પગલા ભરતા મમતા બેનર્જીના સિક્યોરિટી ડાયરેક્ટરને પદ પરથી હટાવી દીધા છે. 

આ સિવાય ઈસ્ટ મિદનાપુરના ડીએમ અને એપસી પર પગલા ભરવામાં આવ્યા છે. ડીએમ વિભુ ગોયલની તત્કાલ પ્રભાવથી બદલી કરી બિન ચૂંટણી પદ પર તૈનાત કરવાના નિર્દેશ આપ્યા છે. ગોયલના સ્થાને 2005 બેચના આઈપીએસ અધિકારી સ્મિતા પાંડેને તૈનાત કરવામાં આવ્યા છે. 

તો મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન સુરક્ષા બંદોબસ્તને મજબૂત રાખવામાં નિષ્ફળ રહેલ ઈસ્ટ મિદનાપુરના એસપી પ્રવીણ પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રવીણના સ્થાને 2009ના આઈપીએસ સુનીલ યાદવ કમાન સંભાળશે. 

પંચે રાજ્યના મુખ્ય સચિવને કહ્યુ છે કે સીએમ મમતા મામલામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ નિર્ણાયક  થાય. સાથે ડ્યૂટીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સખત સજા મળે. પંચે પંજાબના ગુપ્ત વિભાગના પૂર્વ પોલીસ અધિકારી અનિલ કપમાર વર્માને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર બનાવ્યા છે. 

શર્મા રાજ્યની વિધાનસભા ચૂંટણીની વ્યવસ્થા જોવા માટે બીજા સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર હશે. અત્યાર સુધી પંચે પૂર્વ આઈપીએસ અધિકારી વિવેક દુબેને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર બનાવ્યા છે. 

પંચે આ ઘટનાની તપાસ આગામી 15 દિવસમાં પૂરી કરી 31 માર્ચ સુધી અહેવાલ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં આયોગે પૂર્વ ડીજીપી ઇન્ટેલિજન્ટ પંજાબ, અનિલ કુમાર શર્માને બંગાળ ચૂંટણી માટે વિશેષ પોલીસ નિરીક્ષણ બનાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news