સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ

સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ ! ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો

સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ
  • સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ !
  • ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો

ગઢડા : ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીને બોટાદ ડેપ્યુટી કલેકટરે ૬ જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ આપી છે. ૨૫ માર્ચ સુધીમાં જવાબ રજુ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત વિડીયો વાઈરલ બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ પી સ્વામી વિરુદ્ધ  ફરીયાદ નોધાવી છે. મંદિર મામલે હાઈકોર્ટેમાં કેસ ચાલી રહ્યો છે. આ બાબતે ડીવાયએસપી નકુમ દ્વારા કેસો પરત ખેંચવા દબાણ કરવામા આવી રહ્યુ છે, તેવા આક્ષેપો સાથે આ સમગ્ર મામલાની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી એસ પી સ્વામીએ માંગ કરી હતી. એસ પી સ્વામીને તડીપાર કરવાની નોટીસને લઈને સવામિનારાયણ સતસંગીઓમાં ચકચાર મચી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સથાન ધરાવતું બોટાદ જિલ્લાનું ગઢડા ગામ ભગવાન સ્વામીનારાયણ પોતે ૨૯ વર્ષ ગઢડામા રહી ગઢડાને પોતાની કર્મ ભુમી બનાવેલી હતી. જેથી ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનુ તિરથધામ ગણાય છે. ગઢડામા આવેલ સવામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલુ છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કઈકને કઈક વિવાદમાં આવતુ રહ્યું છે. બોટાદ જિલ્લાના નાયબ કલેકટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામી ને ૬ જિલ્લામાથી તડીપાર કરવા માટેની નોટીસ આપવામાં આવી છે. 

તમને તડિપાર કેમ ન કરવા તે અંગે ૨૫ માર્ચ સુધીમાં નોટીસનો જવાબ આપવો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગઢડા ગોપીનાથજી મંદિરના દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીએ મંદિરના વિડીયો વાઈરલ કરવાના મામલે પોલીસ ફરિયાદ પણ નોધાવવામા આવી છે. જે સમગ્ર મામલે એસ.પી સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મારા પર એવા કોઈપણ ગંભીર ગુના નથી. મારા પર લોકડાઉન દરમિયાન મંદિરના મેદાનમાં ધુન કરવાનો ૧૮૮ મુજબ ફરીયાદ થઈ હતી. 

આ ઉપરાંત જમીન વિવાદ સમયે ફરીયાદ દાખલ કરેલી હતી, પરંતુ આ બધુ જે મંદિરના ચેરમેનનો વિવાદ અને ડીવાયએસપી નકુમની જે દાદાગીરીનો વિડીયો વાઈરલ થયો હતો. જે સમગ્ર મામલો હાઈકોર્ટેમાં ચાલે છે. જેને લઈને ડીવાયએસપી રાજદિપસિહ નકુમમે તેમના માણસો દ્વારા કેસ પાછો ખેંચવા મારા પર દબાણો કરાવે છે. જે બાબતે તંત્ર દ્વારા રાગદ્વેષ રાખી મને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ ૬ જિલ્લામાંથી તમને તડીપાર કેમ ન કરવા? જે મને ડેપ્યુટી કલેકટરે નોટીસ આપી છે, પરંતુ જો સરકાર દ્વારા આ સમગ્ર મામલે સી બી આઈ ને તપાસ સોંપવામાં આવે તેવી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news