ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા પર સવાલ, 66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)માં ચૂંટણી કમિશનની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત પૂર્વ અમલદારો ઉઠાવી રહ્યાં છે.

ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા પર સવાલ, 66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)માં ચૂંટણી કમિશનની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત પૂર્વ અમલદારો ઉઠાવી રહ્યાં છે. 66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી આચાર સંહિતાના ઉલ્લંઘન, ખાસ કરીને શાશક પાર્ટીની સંડોવણીવાળા કથિત મામલોથી લડવામાં નિષ્ફળ રહેવા પર ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા અને કામકાજ પર ચિંતા વ્યક્ત કરી છે.

ચૂંટણી કમિશન (ઇસી)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મુદ્દા પર તેમના વિચાર વ્યક્ત કરવા માટે કમિશન 12 એપ્રિલે પત્રનો જવાબ આપી શકે છે.

પીએમ મોદી પર બની વેબ સીરીઝ પર ઉઠાવ્યો સવાલ
તેમણે કહ્યું કે, આ સમયે કમિશન 11 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેમનું ધ્યાન છત્તીસગઢમાં નક્સલી હુમલા બાદની સ્થિતિ પર પણ છે.

પૂર્વ અમલદારોએ જે મામલાનું ઉદાહરણ આપ્યું છે તેમાં ભારતના પહેલા સેટેલાઈટ વેધન મિસાઇલ (એ-સેટ)નું સફળ પરિક્ષણ, મોદી: અ કોમન મેન્સ જર્ની વેબ સીરીઝને રિલીઝ કરવા અને નમો ટીવી ચેનલ શરૂ કરવાના સંબંધમાં ચૂંટણી કમિશનની કાર્યવાહીમાં ‘સુસ્તી’ના મામલે સામેલ છે.

સીએમ યોગીના સેના પર આપેલા નિવેદન પર સવાલ
પૂર્વ અધિકારીઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભારતીય સેનાને ‘મોદીની સેના’ ગણાવવાનું પણ ઉદાહરણ આપ્યું છે. અમલદારોએ કહ્યું કે, કમિશન દ્વારા આ રીતના નિવેદનો રોકવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂરીયાત હતી. પરંતુ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ઠપકો આપ્યો હતો.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા આ રોષને વ્યક્ત કરવા માટે તમને પત્ર લખી રહ્યાં છે કે, ભારતનું ચૂંટણી કમિશન કે, જમણે મોટા પડકારો અને જટિલતાઓ વચ્ચે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવવાનો એક લાંબો અને સન્માનજનક રેકોર્ડ રહ્યો છે, તેઓ આજે વિશ્વસનીયતાના સંકટથી ઘેરાઇ રહ્યા છે.

પત્રમાં લોકતંત્ર પર ખતરો હોવાની વાત કહી
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સમજી શકાય છે કે ચૂંટણી કમિશનની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને કાર્યક્ષમતાથી આજે સમાધાન કરવામાં આવ્યું છે. તેનું કારણ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને ખતરો છે જે ભારતીય લોકતંત્રનો પાયો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે, માનનીય રાષ્ટ્રપતિજી અમે ચૂંટણી કમિશનના નબળા આચરણથી ખુબ જ ચિંતિત છે. જેમણે બંધારણીય સંસ્થાની વિશ્વસનીયતાને સૌથી નિચલા સ્તર પર પહોંચાડી દીધી છે. ચૂંટણી કમિનશ પર લોકોનો થોડા પણ વિશ્વાસ ઓછો થવાના કારણે આપણા લોકતંત્રના ભવિષ્ય માટે ઘણા ગંભીર પરિણામ હશે. અમે આશા કરીએ છે કે ચૂંટણી કમિશન સ્થિતિની ગંભીરતાને સમજશે.

 

પત્ર લખનારામાં નઝીબ જંગ પણ સામેલ
પત્ર પર હસ્તાક્ષર કરનાર લોકોમાં રાજસ્થાનના પૂર્વ મુખ્ય સચિવ સલાહુદ્દીન અહમદ, પંજાબના પૂર્વ ડિરેક્ટર જનરલ જુલિયો રિબેરો, પ્રસાર ભારતીના પૂર્વ સીઇઓ જવાહર સરકાર, દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નઝીબ જંગ અને પૂણે પોલીસના પૂર્વ કમિશનર મીરન ભોરવાંક સામેલ છે.

મોદીની તરફથી એ-સેટ પરિક્ષણની સફળતાની જાહેરાત કરવાના સંબંધમાં પત્ર લખ્યો છે કે, દેશ એવી કોઇ સુરક્ષા ખતરાનો સામનો કરી રહ્યો નથી. જેના માટે સાર્વજનિક જાહેરાત માટે પ્રધાનમંત્રીએ આવવું પડ્યું, જે પોતે એક ચૂંટણી ઉમેદવાર છે.

 

 

પોલીસ અધિકારીઓની બદલી પર ઉઠાવ્યો સવાલ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે શુદ્ધ તકનીકી ધોરણે આ જાહેરાત સાર્વજનિક પ્રસારણ સેવા પર કરવામાં આવી શકે નહીં. કમિશને કહ્યું કે, આદર્શ આચાર સહિંતાનું ઉલ્લંઘન થયું નથી. જોકે, અમને લાગે છે કે, ચૂંટણીની જાહેરાત બાદ સરકારની ઉપલબ્ધિઓનો આ રીતે પ્રચાર કરવો, શિષ્ટાચારનું ગંભીર ઉલ્લંઘન બરોબર છે અને શાશક પાર્ટીને અનુચિત પ્રચારની તક આપે છે. ચૂંટણી કમિશનના નિર્ણય નિષ્પેક્ષતા અને અપેક્ષિત ધોરણોને સાચા પડ્યા નથી.

તેમણે આંધ્ર પ્રદેશમાં મુખ્ય ત્રણ પોલીસ અધિકારીઓ અને મુખ્ય સચિવ તથા પશ્ચિમ બંગાળમાં ચાર મુખ્ય પોલીસ અધિકારીઓની બદલીનો મામલો ઉઠાવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમિલનાડુમાં એવા કોઇ પલગા લેવામાં આવ્યા નથી. જ્યાં વર્તમાન પોલીસ ડિરેક્ટર જનરલની ગુટખા કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો તપાસ કરી રહ્યું છે. જ્યારે તેમને પદથી હટાવવા માટે તમિલનાડુના વિપક્ષી દળ વાંરવાર અપીલ કરી રહ્યાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news