Earhquake: દિલ્હી NCR, પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભૂકંપના આંચકા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂકંપના (Earthquake) તીવ્ર આંચકા અનુભવાયા છે. આંચકાની તીવ્રતા એટલી હતી કે, જમ્મૂ- કાશ્મીરથી લઇને લખનઉ સુધી તેની અસર જોવા મળી હતી. લોકો ભયથી પોત-પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂકંપના (Earthquake) તીવ્ર આંચકા અનુભવાયા છે. આંચકાની તીવ્રતા એટલી હતી કે, જમ્મૂ- કાશ્મીરથી લઇને લખનઉ સુધી તેની અસર જોવા મળી હતી. લોકો ભયથી પોત-પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા.
Earthquake tremors felt in parts of Delhi. pic.twitter.com/fTL2yK9bcD
— ANI (@ANI) February 12, 2021
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર પંજાબ, અમૃતસરમાં રાત 10.34 ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 હતી. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. ભૂકંપના આ આંચકા હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ- કાશ્મીર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, પંજાબ, ગુરુગ્રામથી યૂપીની રાજધાની લખનઉ અને ઉત્તરાખંડ સુધી અનુભવાયા હતા.
An earthquake of magnitude 6.1 on the Richter scale hit Amritsar, Punjab at 10:34pm today: National Centre for Seismology
— ANI (@ANI) February 12, 2021
An earthquake of magnitude 6.3 on the Richter scale hit Tajikistan at 10:31pm today: National Centre for Seismology
— ANI (@ANI) February 12, 2021
1. અફગાનિસ્તાનમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર ફૈઝાબાદ જણાવવામાં આવી રહ્યું છે.
2. તાઝાકિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો.
3. દિલ્હીમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર રાજસ્થાનના અલવર જિલ્લામાં નોંધાયું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે