ભાવનગરની જાહેર સભામાં CM સામે જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, પાટીલે કહેવું પડ્યું શું બોલે છે આ?
Trending Photos
ભાવનગર : ભાવનગરમાં ભાજપ દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. જો કે આ સભા વિશેષ રહી હતી. આ સભામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. જીતુવાઘાણીએ ભાંગરો વાટતા આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના પગલે થોડા સમય માટે મુખ્યમંત્રી અને પાટીલ બંન્ને અસહજ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયનાં સ્ટાર પ્રચારક જીતુ વાઘાણીનો સમાવેશ આ વખતે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો નથી. સી.આર પાટીલનાં આવ્યા બાદ વાઘાણીને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા છે. જેના કારણે પક્ષમાં હાલ તેઓ હાંસીયામાં ધકેલાઇ ગયા છે. તેવામાં સભામાં તેમણે વાટેલો ભાંગરો તેમને વધારે ભારે પડી શકે છે.
સભાને સંબોધતા સી.આર પાટીલે જણાવ્યું કે, કાર્યકર્તાઓએ ચૂંટણી દરમિયાન ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામોને યાદ કરવા પડશે. લોકો પાસે જાવ ત્યારે કેન્દ્રએ કરેલા કામોનો ઉલ્લેખ કરો. કાશ્મીર માં વચન મુજબ 370 ની કલમ રદ કરી. ભાજપ આ વખતે રેકોર્ડ સર્જશે. છેવાડાના માનવી સુધી પહોંચવાનું પંડિત દીનદયાળનું સ્વપ્ન પૂરું કર્યું. 23 ના રોજ જંગી બહુમતી સાથે ભાજપનું વિજય સરઘસ કાઢો. તેમણે કહ્યું કે, દરેક કાર્યકર્તાઓ દ્વારા તે બાબત જરૂરી છે કે, પક્ષના પ્રચાર કરતા પક્ષનાં કામો અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મારા વંદન, ભાવનગરની પાવન ધરાને મારા વંદન. પેલું રાજ્ય દેશને સમર્પિત કરી દેશને અખંડ બનાવવા યોગદાન આપ્યું છે. ત્રણ ટર્મ પુરી થઈ જીતવાની તાકાત હતી તેવા લોકોએ સહયોગ કર્યો છે. 60 વર્ષ કરતા ઉપરના લોકોએ પણ ટીકીટ માટેના પક્ષના નિર્ણયને આવકાર્યો છે. કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો ઠોકવાનો સમય આવ્યો છે. કોંગ્રેસે બેકારી ગરીબી સિવાય કંઈ નથી આપ્યું. ભાજપના શાશનમાં દેશ આત્મનિર્ભર બન્યો છે. કોરોનામાં ઓછામાં ઓછું સંક્રમણ ફેલાય તેવા પ્રયત્નો કર્યા છે. ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મફત આપ્યા છે. કોંગ્રેસ લોકોને ખોટા વચનો આપી રહી છે. શાણી પ્રજા કોંગ્રેસને ઓળખે છે. ભાવનગરના લોકોએ ભાજપ પર વિશ્વાસ રાખી સેવા કરવાની તક આપી છે.
ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા તરફ પ્રસ્થાન કરવાનું છે. નર્મદાના પાણીને જન જન સુધી પહોંચાડવા યોજના બનાવી છે. આવનારા દિવસોમાં દરિયાના ખરા પાણીને મીઠું પીવા યુક્ત બનાવવા ડિસેલિટેશન પ્લાન્ટ સ્થપાશે. શુદ્ધ પાણીથી લોકોની સમસ્યાનો અંત આવશે બીમારી મુક્ત બનશે. સીએનજી પોર્ટની સ્થપના થશે. છેવાડાના માનવી સુધી સુવિધા મંચ પરથી અસામાજિક તત્વોને પણ ચેતવણી આપવામાં આવી હતી. નાના માણસને સુરક્ષા મળે એવા કાયદા લાવ્યા છે. લેન્ડ ગ્રેબિંગ કાયદો લોકોને ઉપયોગી થશે. કોંગ્રેસ મુક્ત ભારત એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે