સેના-DRIની મિનિ સર્જીકલ સ્ટ્રાઇક, કરોડોનાં હથિયાર અને ડ્રગ્સ જપ્ત, આતંકવાદીઓ ઠાર
સેના અને ડીઆરઆઇએ ફેન્સિંગ પાર કરીને એક કિલોમીટર અંદર ઘુસીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને સામાન પણ જપ્ત કરી લીધો હતો
Trending Photos
નવી દિલ્હી : DRI એટલે કે ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને આર્મીએ મળીને બે અલગ અલગ ઓપરેશનને ભારત પાકિસ્તાન સીમા પર મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં હથિયાર, દારૂગોળો અને નશાની એક મોટી ખેપ જપ્ત કરી છે. ડીઆરઆઇને માહિતી મળી કે પાકિસ્તાને મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હથિયારની ખેપ ભારત પહોચવાની છે, ડીઆરઆઇનાં અધિકારીઓ અનુસાર તેમની ટીમ 15 દિવસ સુધી સેનાની સાથે બંકરોમાં રહી અને આખરે 13 નવેમ્બરની સવારે અખનુર વિસ્તારનાં ગિગરિયાલ ગામ નજીક ડીઆઇઆર અને સેનાને પાકિસ્તાન તરફ હલચલ જોવા મળી હતી. ત્યાર બાદ બંન્નેએ મળીને આતંકવાદીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો તો આતંકવાદીઓએ સેના અને ડીઆરઆઇ પર ફાયરિંગ કરી દીધું.
આત્મરક્ષા માટે સેના અને ડીઆઇઆરે ફાયરિંગ કર્યું તો તમામ આતંકવાદીઓ પરત પાકિસ્તાન સીમા તરફ ભાગ્યા તો સેના અને ડીઆઇઆરએ એક સર્જીકલ સ્ટ્રાઇક કરી જેના હેઠળ તે સીમા પર લાગેલ વાડથી એક કિલોમીટર અંદર સુધી ઘુસી ગયા હતા. તે આ વિસ્તાર હતો જે નો મેન્સ જોન કહેવાય છે. સેનાએ પણ જવાબી પાયરિંગ કર્યું જેમાં એક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યો હતો.
ડીઆરઆઇનાં ડાયરેક્ટર ડીપી દાસના અનુસાર અમારી ટીમને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં હેરોઇન અને હથિયારોની ખેપ બોર્ડર પર આવવાની છે. આ માહિતીનાં આધારે આર્મી સાથે કામ કરતા 6 નવેમ્બરે જમ્મુ અને અખનુર વિસ્તારથી આશરે 21 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. સાથે જ 4 પિસ્ટલ 4 મેગઝીન પણ જપ્ત કર્યા છે. જે હેરોઇન જપ્ત કરવામાં આવ્યું તેના પેકેટમાં પાકિસ્તાનનાં લાહોરનું સરનામું લખેલું હતું. પકડાયેલ હેરોઇનની કિંમત આશરે 105 કરોડ છે, જેનો પ્રયોગ નાર્કો ટેરરિઝ્મ હેઠલ થવાની હતી. ગત્ત ત્રણ મહિનામાં ડીઆરઆઇએ પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરથી આવેલી આ ત્રીજી ખેપ પકડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે