'મહારાજ'ની ટીકા કરવામાં દિગ્વિજય સિંહે કરી નાખ્યા PM મોદી અને RSSના વખાણ, જાણો શું કહ્યું?

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો પોકારીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉમેદવારી નોંધાવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના મનની વાત ટ્વીટરના માધ્યમથી જાહેર કરી છે. તેમણે ઉપરાઉપરી ટ્વીટ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ, આરએસએસ અને હિન્દુત્વને લઈને પોતાના વિચાર પ્રગટ કર્યા છે. 

'મહારાજ'ની ટીકા કરવામાં દિગ્વિજય સિંહે કરી નાખ્યા PM મોદી અને RSSના વખાણ, જાણો શું કહ્યું?

ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો પોકારીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉમેદવારી નોંધાવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના મનની વાત ટ્વીટરના માધ્યમથી જાહેર કરી છે. તેમણે ઉપરાઉપરી ટ્વીટ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ, આરએસએસ અને હિન્દુત્વને લઈને પોતાના વિચાર પ્રગટ કર્યા છે. 

'મારો ધર્મ સનાતન છે, માણસાઈ છે, હિન્દુત્વ નહીં'
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું કે સત્તા માટે હંમેશા માનવતાની સેવાનું માધ્યમ રહ્યું છે. જ્યારે હું 1981માં જગદગુરુ શંકરાચાર્ય  સ્વામી સ્વરૂપાનંદજીને મળ્યો તો આ ભાવના મારી અંદર વધુ મજબુત થઈ હતી. મેં તેમની પાસેથી દીક્ષા મેળવી. મારા માટે માણસાઈ જ મારો ધર્મ છે. જે હિન્દુત્વથી બિલકુલ અલગ છે. હું એવા માહોલમાં ઉછર્યો કે જ્યાં મારા પિતા બિલકુલ નાસ્તિક હતાં. ત્યાં મારી માતા જ ખુબ વધારે ધાર્મિક મહિલા હતાં. મારો ધર્મ સનાતન છે. મારો વિશ્વાસ સાર્વભૌમિક ભાઈચારામા છે, સંપ્રદાયવાદી હિન્દુત્વમાં નહીં.

— digvijaya singh (@digvijaya_28) March 14, 2020

મને 1970માં જનસંઘ જોઈન કરવાની ઓફર હતી
દિગ્વિજય સિંહે આગળની ટ્વીટમાં લખ્યું કે રાજમાતા વિજયા રાજે સિંધિયા માટે મારા મનમાં આજે પણ ખુબ સન્માન છે. 1970માં જ્યારે હું રાઘવગઢ નગરપાલિકામાં અધ્યક્ષ હતો તો તેમણે મને જનસંઘ સાથે જોડાવવાનું કહ્યું હતું. પરંતુ મેં વિનમ્રતાથી ના પાડી દીધી. કારણ કે મેં ગુરુ ગોલવલકરના વિચાર વાંચ્યા હતાં અને કેટલાક આરએસએસ નેતાઓ સાથે મારે વાત પણ થઈ હતી. તેમને ખબર નથી કે તેઓ દેશને કેટલું નુકસાન પહોંચાડી રહ્યાં છે. દેશના સામાજિક તાણાવાણાને બરબાદ કરીને તેઓ આઈડિયા ઓફ ઈન્ડિયા, સનાતન ધર્મ, અને હિન્દુત્વના મૂળ ચરિત્રને નુકસાન પહોંચાડી રહ્યાં છે. 

— digvijaya singh (@digvijaya_28) March 14, 2020

નરેન્દ્ર મોદી પોતાની વિચારધારા માટે સમર્પિત છે
દિગ્વિજય સિંહે પોતાની આગામી ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વખાણ કર્યાં. પરંતુ આ વખાણ વ્યક્તિગત રીતે નહીં પરંતુ વિચારધારા પ્રત્યે તેમના સમર્પણને લઈને હતાં. દિગ્વિજય સિંહે લખ્યું કે હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક નથી પરંતુ તેમના સૌથી પ્રખર ટીકાકારોમાંથી એક છું. પરંતુ હું તેમના આ સાહસ, સમર્પણ અને પ્રયાસનો પ્રશંસક છું કે તેઓ દેશમાં ધ્રુવીકરણની કોઈ પણ તક પોતાના હાથમાંથી જવા દેતા નથી. મે એવા એવા કાર્યકરો જોયા છે જેમણે પોતાનું આખું જીવન સંઘ માટે સમર્પિત કરી દીધુ. સંઘ માટે પોતાના પરિવાર સુદ્ધા છોડી દીધા. પરંતુ સંઘના નવા પ્રચારક પણ હવે બદલાઈ ગયા છે. સંઘ પ્રચારકોની નવી પેઢીમાં નરેન્દ્ર મોદી સૌથી ચમકતું ઉદાહરણ છે. 

— digvijaya singh (@digvijaya_28) March 14, 2020

આરએસએસ અને મોદીની પ્રશંસા
આરએસએસએ 1925થી લઈને 90ના દાયકા સુધી દિલ્હીની સત્તામાં આવવા માટે કેટલી રાહ જોઈ. આ દરમિયાન તેઓ પોતાના હિન્દુ રાષ્ટ્રના મુખ્ય મક્સદથી ભટક્યા નહીં. તેમણે સમાજવાદીઓ ખાસ કરીને જય પ્રકાશ નારાયણ, અને હવે નીતિશકુમારને સફળતાપૂર્વક મુરખ બનાવ્યાં અને એક આરએસએસ પ્રચારકને ભારતના વડાપ્રધાન બનાવવાનું સપનું પૂરું કર્યું. પરંતુ આ બધા વચ્ચે કેટલાક લોકો એવા પણ છે કે જેમના માટે સત્તાની ભૂખ વિચારધારા અને વિશ્વસનિયતાથી વધુ છે. આ બે ચીજો જ લોકતંત્રનું નિષ્કર્ષ હોય છે. હું સંઘ અને ભાજપ સાથે સહમત નથી પરંતુ વિચારધારા પ્રત્યે તેમના સમર્પણનો ખુબ મોટો પ્રશંસક છું. 

— digvijaya singh (@digvijaya_28) March 14, 2020

મેં ક્યારેય વિચાર્યું નહતું કે મહારાજ આવું કરશે
તેમણે કહ્યું કે મે ક્યારેય વિચાર્યું નહતું કે મહારાજ (જ્યોતિરાદિત્ય સિંધિયા) કોંગ્રેસ અને ગાંધી પરિવારને દગો કરશે, તે પણ કોના માટે? રાજ્યસભા અને મોદી-શાહની સરકારમાં કેબિનેટ મંત્રી બનવા માટે? ખુબ જ દુ:ખદ છે. મે તેમની પાસેથી  ક્યારેય આવી આશા નહતી રાખી. પરંતુ મેં વિનમ્રતાથી ઠુકરાવ્યું હતું. હું મારા ગૃહ ક્ષેત્ર રાજગઢથી જીતીને લોકસભા પહોંચી શકું તેમ હતો. પરંતુ મે ઠુકરાવ્યું અને કોંગ્રેસના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરી. કેમ? કારણ કે મારા માટે વિશ્વસનિયતા અને વિચારધારા વધારે મહત્વપૂર્ણ છે. જે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતીય રાજકારણમાંથી ગાયબ થઈ રહ્યાં છે. દુ:ખદ...

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news