એક્સાઈઝ ડ્યૂટી વધી, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો કેટલા અને કેમ?

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી છે. બંને પર લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. જો કે આમ છતાં લોકોને એમ લાગતું હતું કે ભાવ વધશે પરંતુ ઘટ્યો છે. આજે પેટ્રોલના ભાવ 14 પૈસા અને ડીઝલના ભાવ 17 પૈસા સુધી ઘટ્યા છે. 

એક્સાઈઝ ડ્યૂટી વધી, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો કેટલા અને કેમ?

નવી દિલ્હી: સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી છે. બંને પર લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. જો કે આમ છતાં લોકોને એમ લાગતું હતું કે ભાવ વધશે પરંતુ ઘટ્યો છે. આજે પેટ્રોલના ભાવ 14 પૈસા અને ડીઝલના ભાવ 17 પૈસા સુધી ઘટ્યા છે. 

એક્સાઈઝ ડ્યૂટી વધવા છતાં કેવી રીતે ઘટ્યા ભાવ
એક્સાઈઝ ડ્યૂટી વધવા છતાં આ ભાવ કેવી રીતે ઘટ્યા? આવો આપણે જાણીએ. હકીકતમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમત જ્યાં જાન્યુઆરીમાં 66 ડોલર પ્રતિ બેરલ હતી તે ઘટીને 32 ડોલર પ્રતિ બેરલ આવી ગઈ. એટલે કે ભારતીય ઓઈલ કંપનીઓને ફાયદો થવા લાગ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધીમાં સરકારી ઓઈલ કંપનીઓએ 6 રૂપિયા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યાં અને આજે આજે 14 પૈસા અને 17 પૈસા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા. પરંતુ સરકારી ઓઈલ કંપનીઓએ પોતાની બેલેન્સ શીટમાં લાભ બરાબર જાળવી રાખવા માટે અને કંપનીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા જ ઘટાડ્યા કે જેટલા કંપનીની નાણાકીય હેલ્થ માટે સારા હતાં. 

પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 19.98 રૂપિયા પ્રતિ લીટર હતી જે હવે 22.98 રૂપિયા થઈ. જ્યારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.83 રૂપિયા પ્રતિ લીટર હતી જે હવે 18.83 રૂપિયા થઈ ગઈ છે. આવો જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશના ચાર મેટ્રો સીટીમાં કેટલે પહોંચ્યાં. 

પેટ્રોલના ભાવ અગાઉ (રૂપિયામાં) અત્યારે (રૂપિયામાં)
     
દિલ્હી 70 69.87
કોલકાતા 72.7 72.57
મુંબઈ 75.7 75.57
ચેન્નાઈ 72.81 72.57

 

ડીઝલના ભાવ અગાઉ (રૂપિયામાં) અત્યારે (રૂપિયામાં)
     
દિલ્હી 62.74 62.58
કોલકાતા 65.07 64.91
મુંબઈ 65.68 65.51
ચેન્નાઈ 66.19 66.02

જુઓ LIVE TV

સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર સતત ઘટી રહેલા ક્રુડ ઓઈલના ભાવનો ફાયદો ગ્રાહકોને આપી રહી છે પરંતુ એક્સાઈઝ ડ્યૂટી વધવાના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા માટે પૈસા મળશે અને નાણાકીય ખાદ્ય ઘટાડવામાં પણ મદદ મળી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news