ભાજપ-શિવસેના ગઠબંધન મજબુત અને અભેદ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ
Trending Photos
અમરાવતી : મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે, ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ખુબ જ મજબુત અને અબેદ્ય છે. તેઓ લોકસભા ચૂંટણી પહેલા અહીં એક રેલી સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને બંન્ને દળોનાં અનેક અન્ય નેતાઓ પણ હાજર હતા.
ફડણવીસે ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધન હિંદુત્વ દળોનો હાથ મિલાવવો જેની વિચારધારા સમાન છે. આ એક જમીન પર ઉભેલુ ગઠબંધન છે અને ભવિષ્યમાં પણ એવું જ રહેશે. આ ફેવિકોલથી પણ મજબુત જોડ છે. તેમણે કહ્યું કે, આ ગઠભંધન અભેદ્ય છે... કેટલાક લોકોએ અમને અલગ કરવાનો પ્રયાસ કર્યો કારણ કે તેઓ સત્તામાં રહેવા માંગતા હતા, પરંતુ એકવાર જ્યારે ગઠબંધનની જાહેરાત થઇ તો તેઓ પાછા હટી ગયા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેમણે ક્યારે પણ ભાજપની સાથે પોતાની પાર્ટીમાં મતભેદોને રાજ્યનાં હિતોને નુકસાન નથી પહોંચવા દીધું. ભાજપ-શિવસેના ગઠબંધન એક મોટુ પેડ બની ગયું છે. અમે કોઇ પણ સ્થિતીમાં ગઠબંધન વિરુદ્ધનાં કીટોને મોટા ન થવા દેવા જોઇએ. હું સર્વેક્ષણોમાં ક્યારે પણ વિશ્વાસ નથી કરતો. મને પોતાના આત્મવિશ્વાસ પર વધારે ભરોસો છે. , જે મને જણાવે છે કે જીત આટલી શાનદાર થશે કે 48 સીટો (રાજ્યમાં) પણ ઓછી પડશે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, ફડણવીસને કહ્યું કે, જો શરદ પવાર ભાજપમાં જોડાવા ઇચ્છે તો તેમને પાર્ટીમાં સ્થાન ન આપે.
ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં સ્થિતી એવી છે કે જ્યારે ક્યારેય ભાજપ-શિવસેનાનાં નેતા વિપક્ષી નેતાઓની આલોચના કરે છે તો તેઓ ત્યાર બાદનાં દિવસે ભાજપ-શિવસેનામાં જોડાઇ શકે છે. તેમાં મને લાગે છે કે મારે ટીકા કરવી જોઇએ કે નહી ? જો હું આજે પવારની આલોચના કરુ છું તો તેઓ કાલે ભાજપમાં જોડાઇ શકે છે. જો કે તેમને પાર્ટીમાં કોઇ સ્થાન નહી આપે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે