ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ગુજરાતની સ્થાપનાથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓ
ગુજરાતના સ્થાપના કાળ 1960થી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાન 1967માં 63.77% નોંધાયું છે, જ્યારે 1996ની લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછું 35.92 ટકા મતદાન થયું હતું. 2014માં 63.66% મતદાન નોંધાયું હતું.
- સૌથી વધુ ઉમેદવારઃ 577 (વર્ષ 1996)
સૌથી ઓછું મતદાનઃ 35.92 % (વર્ષ 1996)
સૌથી વધુ મતદાનઃ 63.77 % (વર્ષ 1967)
બેઠક સંખ્યાઃ 1962ના 22માંથી 1977માં 26 થઈ
Trending Photos
હીતલ પારેખ/ ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2019ની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પોત-પોતાની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતમાં આગામી 17મી લોકસભા માટે 26 બેઠકો પર 23 એપ્રિલ, 2019ના રોજ મતદાન યોજાશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે. આવો, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી અત્યાર સુધીની લોકસભા ચૂંટણીના આંકડાઓ પર થોડી નજર દોડાવીએ.
ચૂંટણી પંચની વેબસાઇટના આંકડા મુજબ 1960માં ગુજરાત દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાર પછી 1962માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 22 બેઠકો હતી. જે 1967માં વધીને 24 થઇ અને 1977થી 26 બેઠકો થઇ છે.
1967માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 24 બેઠક માટે 80 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવેલું. એ ચૂંટણીમાં રાજ્યના કુલ 1 કરોડ 6 લાખ 92 હજાર 948 મતદારો પૈકી 68 લાખ 18 હજાર 682 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 1967ની ચૂંટણીમાં રાજ્યનું સૌથી વધુ મતદાન 63.77 ટકા નોંધાયું હતું. ત્યાર બાદ સૌથી વધુ મતદાન 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66 ટકા રહ્યું હતું. આ ચૂંટણીમાં રાજ્યના 4 કરોડ 6 લાખ 3 હજાર 104 મતદાતામાંથી 2 કરોડ 57 લાખ 3 હજાર 177 મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 26 બેઠકો માટે સૌથી વધુ 577 ઉમેદવારોએ ઊભા રહ્યા હતા. આ ચૂંટણીમાં 2 કરોડ 85 લાખ 29 હજાર 094 મતદારો પૈકી 1 કરોડ 2 લાખ 48 હજાર 650 એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી ઓછું એટલે કે 35.92 ટકા મતદાન નોંધાયું હતું.
લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા
વર્ષ સંખ્યા
1962 68
1967 80
1971 118
1977 112
1980 169
1984 229
1989 420
1996 577
1998 139
1999 159
2004 162
2009 359
2014 334
લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે
વસતી સાથે વધતી મતદાન મથકની સંખ્યા
મુંબઈમાંથી વિખૂટા પડ્યા પછી રાજ્યમાં 1962ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 22 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા 10,960 મતદાન મથકો ઊભા કરાયા હતા. મતદારોમાં થતા વધારા સાથે મતદાન મથકોની સંખ્યામાં પણ વૃધ્ધિ થતી જાય છે. હવે, 2019ની આગામી ચૂંટણી માટે 23 એપ્રિલના રોજ થનારા મતદાન માટે રાજ્યમાં 51,709 જેટલા મતદાન મથક ઊભા કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે