દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, કાળઝાળ ગરમીમાંથી મળી મોટી રાહત

દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. આ વરસાદ બાદ દિલ્હીવાસીઓને ભીષણ ગરમીમાંથી ક્યાંકને ક્યાં રાહત જરૂર મળી છે. ગત થોડા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતું. તો હવે થોડી રાહત મળી છે. 

દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, કાળઝાળ ગરમીમાંથી મળી મોટી રાહત

Delhi Rain: દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. આ વરસાદ બાદ દિલ્હીવાસીઓને ભીષણ ગરમીમાંથી ક્યાંકને ક્યાં રાહત જરૂર મળી છે. ગત થોડા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતું. તો હવે થોડી રાહત મળી છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે વરસાદી છાંટા પડવા અને વિજળી પડવાની સંભાવના સાથે આંશિક રૂપથી વાદળા છવાયેલા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. આઇએમડીના અનુસાર સફદરજંગની વેધશાળામાં અધિકત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

— ANI (@ANI) May 20, 2022

દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ 
રાજધાની દિલ્હીમાં રવિવારે અધિકતમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે આ વર્ષનું સૌથી વધુ તાપમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news