delhi violence: ગૃહ રાજ્ય મંત્રી અને ઉપરાજ્યપાલે હેડ કોન્સ્ટેબલ રતન લાલને આપી શ્રદ્ધાંજલિ

સોમવારે ઉગ્ર બનેલી ઉત્તર-પૂર્વી દિલ્હીની હિંસામાં કસુરવાર કોન્સ્ટેબલ રતન લાલનું મોત થઈ ગયું હતું. બબાલમાં કસુરવાર પતિના શહીદ થયાના સમાચાર મળતા પત્ની પૂનમ બેભાઈ થઈ ગઈ હતી. 

delhi violence: ગૃહ રાજ્ય મંત્રી અને ઉપરાજ્યપાલે હેડ કોન્સ્ટેબલ રતન લાલને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં પાછલા બે દિવસથી ફેલાયેલી હિંસાને રોકવા દરમિયાન જીવ ગુમાવનાર હેડ કોન્સ્ટેબલ રતન લાલને મંગળવારે કિંગ્સવે કેમ્પ સ્થિત પોલીસ લાઇનમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ડ્યૂટી દરમિયાન જીવ ગુમાવનાર આ વીર સિપાહીને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક પહોંચ્યા હતા. આ સિવાય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાંદન રાય અને ઉપરાજ્ય પાલ અનિલ બૈજલે પણ પોલીસ લાઇન પહોંચીને હેડ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ આપી હતી. 

આ સિવાય દિલ્હી પોલીસના તમામ સીનિયર ઓફિસર પણ રતન લાલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સોમવારે ગોકુલપુરી વિસ્તારમાં ઉગ્ર ટોળાને શાંત કરવવા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતન લાલે જીવ ગુમાવ્યો હતો. મહત્વનું છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થઈ ચુક્યા છે. આ સિવાય શાહદરાના ડીસીપી અમિત કુમાર અને આશરે 16 પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી છે. 

— ANI (@ANI) February 25, 2020

સોમવારે ઉગ્ર બનેલી ઉત્તર-પૂર્વી દિલ્હીની હિંસામાં કસુરવાર કોન્સ્ટેબલ રતન લાલનું મોત થઈ ગયું હતું. બબાલમાં કસુરવાર પતિના શહીદ થયાના સમાચાર મળતા પત્ની પૂનમ બેભાઈ થઈ ગઈ હતી, જ્યારે આ સમાચાર સાંભળીને ઘટની બહાર ભેગા થયેલા લોકોને જોઈ રહેલ સિદ્ધિ (13), કનક (10) અને રામ (8)ની ભીની આંખોમાં દિલ્હી પોલીસ કમિશનરને સવાલ હતો, 'અમારા પપ્પાનો શું વાક હતો?'

રતન લાલ દિલ્હી પોલીસના તે દુર્ભાગ્યપૂર્ણ હેડ કોન્સ્ટેબલ હતા, જેને ક્યારે કોઈ સાથે લડાઈ-જગડો તો દૂર, ક્યારેય બોલાચાલી પણ થઈ નથી. તેમ છતાં સોમવારે ઉત્તર પૂર્વી દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસક ટોળાએ તેમને ઘેરીને મોતની ઘાટ ઉતારી દીધા હતા. 

— ANI (@ANI) February 25, 2020

1998માં દિલ્હી પોલીસમાં થયા હતા સામેલ
રતન લાલ મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર તિહાવલી ગામના છે. વર્ષ 1998માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. વર્ષ 2004માં જયપુરની રહેવાસી પૂનમ સાથે તેમણે લગ્ન કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news