દિલ્હી અને અલીગઢ હિંસા પર સામે આવ્યો ગુપ્ત રિપોર્ટ, આ સંગઠનો સાથે જોડાયેલા છે તાર
પોપુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને ઉત્તર ભારતમાં સક્રિય ભીમ આર્મી સંગઠન હાલમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના પ્રદર્શનમાં થયેલી હિંસામાં મુખ્ય શંકાસ્પદ તરીકે ઉભરીને સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પોપુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને ઉત્તર ભારતમાં સક્રિય ભીમ આર્મી સંગઠન હાલમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના પ્રદર્શનમાં થયેલી હિંસામાં મુખ્ય શંકાસ્પદ તરીકે ઉભરીને સામે આવ્યા છે. પીએફઆઈ જ્યાં કટ્ટરપંથિ ઇસ્લામિક સંગઠનો સાથે સંકળાયેલ છે તો ભીમ આર્મી આંબેડકરવાદી સંગઠન છે. ઉત્તર પ્રદેશના ગુપ્તચર વિભાગે કેટલાક મોબાઇલ ફોન નંબરોની કોલ ડિટેલના આધાર પર ખુલાસો કર્યો છે કે દિલ્હીના ઉત્તર-પૂર્વી જિલ્લામાં પાછલા બે દિવસમાં આગચાંપી અને ગોળીબારી કરી. વિભિન્ન ઘટનાઓનો સંબંધ પણ આ સમયે અલીગઢમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલ છે.
રાજ્યના ગુપ્તચર રિપોર્ટે રવિવારે ખુલાસો કર્યો હતો કે અલીગઢના આંબેડકર પાર્કમાં વિરોધ પ્રદર્શન કરનાર ભીમ આર્મીના પદાધિકારીઓએ નગર મેજિસ્ટ્રેટને એક આવેદન સોંપ્યા બાદ પીએફઆઈ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એએમયૂના વિદ્યાર્થીના સંગઠને પણ ભીમ આર્મી અને પીએફઆઈ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભીમ આર્મી અને પીએફઆઈ નેતાઓએ મુલાકાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભીમ આર્મીની આગેવાનીમાં એક મોટું પ્રતિનિધિમંડળ શહેરની વચ્ચે એક ધાર્મિક સ્થાન પર પહોંચ્યું હતું, જ્યાં તેણે પોસ્ટર હટાવવાનું શરૂ કરી દીધું અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી.
પોલીસ દ્વારા વિરોધ કરવા પર આક્રોશિત ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ શહેરના અપર કોર્ટ અને જમાલપુર વિસ્તારમાં હિંસા શરૂ થઈ હતી, જ્યાં પહેલાથી જ સીએએ સંબંધિત વિશાળ પ્રદર્શન ચાલી રહ્યું હતું. અલીગઢ પોલીસના એક અધિકારી (સીઓ)એ ફોન પર જણાવ્યું, 'વિભિન્ન સ્થાનો પર એક સાથે હિંસક ઘટનાઓ શરૂ થઈ. એમ લાગે છે કે આ (પથ્થરમારો) પૂર્વનિયોજીત હતો અને દિલ્હીના ઉત્તર-પૂર્વી જિલ્લામાં થયેલી હિંસા સાથે સંકળાયેલ છે. અમે કેટલાક મહત્વપૂર્ણ ફોન નંબરોના ડેટા લઈ રહ્યાં છીએ.'
દિલ્હીમાં શાંતિ માટે કેજરીવાલે રાજઘાટ પર કરી પ્રાર્થના, કહ્યું- હિંસાથી દેશભરમાં ચિંતા
દિલ્હી અને અલીગઢમાં સીએએ સંબંધિત હિંસાઓના સમય અને પેટર્નમાં ઘણી સમાનતાઓ છે. રિપોર્ટ અનુસાર, બંન્ને સ્થાનો પર હિંસાની શરૂઆત પથ્થરમારાથી થઈ હતી. ભીડ વધ્યા બાદ હિંસા કરનારા, જેમાં મોટા ભાગના હથિયારોથી લેસ હતા તેણે આગ લગાવવી અને દુકાનોમાં લૂંટફાટ શરૂ કરી દીધી હતી. તો દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એક પેટ્રોલ પંપમાં આગ લગાવી દેવામાં આવી અને ઘણી દુકાનોમાં લૂંટ ચલાવવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, 'અલીગઢમાં પોલીસ નિરીક્ષક રવિન્દ્ર કુમાર સિંહ અને ઘણા અન્ય કોન્સ્ટેબલો પર ટોળાએ હુમલો કરી દીધો હતો. સીએએ-વિરોધી પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો સહિત અન્ય સરકારી સંપત્તિઓને નષ્ટ કરી દેવામાં આવી હતી.' આ પહેલા ઈડી દ્વારા ગૃહમંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પીએફઆઈએ પોતાના બેન્ક ખાતાથી સીએએ-વિરોધી પ્રદર્શનોમાં સંડોવાયેલા ઘણા લોકોને રૂપિયા મોકલ્યા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવા 73 બેન્ક ખાતાની માહિતી મેળવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે