Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Husqvarna એ પોતાની બે બાઇક Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સાથે જ સ્વીડનની આ મોટરસાઇકલ બ્રાંડે ભારતીય બજારમાં એન્ટ્રી કરી લીધી છે. આ બંને બાઇકની કિંમત 1.80 લાખ રૂપિયા છે. કંપનીએ અત્યારે તેને ઇંટ્રોડક્ટરી પ્રાઇસમાં ભારતીય બજારમાં ઉતારી છે. 

Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: Husqvarna એ પોતાની બે બાઇક Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સાથે જ સ્વીડનની આ મોટરસાઇકલ બ્રાંડે ભારતીય બજારમાં એન્ટ્રી કરી લીધી છે. આ બંને બાઇકની કિંમત 1.80 લાખ રૂપિયા છે. કંપનીએ અત્યારે તેને ઇંટ્રોડક્ટરી પ્રાઇસમાં ભારતીય બજારમાં ઉતારી છે. 

Vitpilen કેફે રેસર-સ્ટાઇલ, જ્યારે Svartpilen સ્ક્રેમ્બલર બાઇક છે. તેના મેકેનિકલ કમ્પોનેટ્સ કેટીએમ 250 ડ્યૂકમાંથી લેવામાં આવ્યા છે. તેમાં 248.8cc, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જીન બનાવવામાં આવ્યું છે. આ એન્જીન 9,000rpm પર 30hpનો પાવર અને 7.500rpm પર 24Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીન 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

સ્ટાઇલિંગ અને બ્રેકિંગ
Husqvarna ની આ બંને બાઇક નિયો-રેટ્રો ડિઝાઇનવાળી છે. બંનેમાં રેટ્રો સ્ટાઇલવાળી ડિજિટલ ઇંસ્ટ્રૂમેન્ટ કંસોલ કરવામાં આવ્યું છે. બાઇક્સના ફ્રન્ટમાં 320 mm ડિસ્ક અને રિયરમાં 230 mm ડિસ્ક બ્રેક છે. બંને બાઇકમાં 43 mm USD ફ્રન્ટ ફોર્ક અને રિયર મોનોશોર્ક સસ્પેંશન આપવામાં આવ્યા છે. ફ્યૂલ વિના Vitpilenનું વજન 153 કિલોગ્રામ અને Svartpilenનું વજન 154 કિલોગ્રામ છે. 

બુકિંગ શરૂ
Husqvarna ની બાઇક્સ કેટીએમના શોરૂમમાંથી વેચવામાં આવશે. બંને કંપનીઓની બાઇક વેચવા માટે બજાજ ઓટોએ કેટીએમના શોરૂમમાં અપગ્રેડ કરવામાં આવી છે. માર્ચની શરૂઆતમાં બંને નવી બાઇક દેશના 45 શહેરોમાં 100 શોરૂમમ પર ઉપલબ્ધ થશે. આગામી પાંચ મહિનામાં કંપની તેમને 275 લોકેશન્સ પર સ્થિત લગભગ 400 શોરૂમ પર ઉપલબ્ધ કરાવશે. તેમની બુકિંગ શરૂ થઇ ગઇ છે. 

KTMના માલિકાના હકવાળી કંપની
તમને જણાવી દઇએ કે Husqvarna સ્વીડનની મોટરસાઇકલ બ્રાંડ છે, જેને ઓસ્ટ્રિયાની KTM એ ખરીદી લીધી છે. હવે આ કેટીએમના માલિકાના હકવાળી કંપની છે. ભારતીય બજારમાં કેટીએમની બાઇક્સ બજાજ ઓટો વેચે છે અને હવે Husqvarna બાઇક પણ અહીં બજાજ જ વેચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news