દિલ્હી રમખાણોનું મરકજ કનેક્શન, મૌલાના સાદ સાથે સંકળાયેલા આરોપીના તાર

દિલ્હીના રમખાણોને લઇને એક નવો ખુલાસો થયો છે. દિલ્હીના રમખાણોના આરોપીનું કનેક્શન મૌલાના સાદ સાથે હોવાનું જાણવા મળ્યું છે. 

દિલ્હી રમખાણોનું મરકજ કનેક્શન, મૌલાના સાદ સાથે સંકળાયેલા આરોપીના તાર

નવી દિલ્હી: દિલ્હીના રમખાણોને લઇને એક નવો ખુલાસો થયો છે. દિલ્હીના રમખાણોના આરોપીનું કનેક્શન મૌલાના સાદ સાથે હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રમખાણો દરમિયાન બંને સતત સંપર્કમાં હતા. 

મૌલાના સાદના એકદમ નજીકના અબ્દુલ અલીમ બ્રિજપુરીમાં રાજધાની સ્કૂલમાં થયેલા રમખાણોનો મુખ્ય આરોપી ફૈજલ ફારૂખી સાથે સંપર્કમાં હતો. 

અબ્દુલ અલીમ જે જાકિર નગર ઓખલા પશ્વિમનો રહેવાસી છે. મરકજ પ્રમુખ મૌલાના સાદનો અંગત છે. તમને જણાવી દઇએ કે મૌલાના સાદએ કોરોના સંકટ વછે હજરત નિજામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. 

અહીં મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મુસલમાનો પહોંચ્યા હતા અને તેમણે તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાં મૌલાના સાથે અબ્દુલ અલીમ પણ હતો. જેણે આ ધાર્મિક જુલુસનું આયોજન કર્યું હતું. અહીં સોશિયલ ડિસ્ટેસિંગનું કોઇ પાલન કરવામાં આવ્યું ન હતું અને આ કોરોના વાયરસ ફેલાવવાનું મોટું કારણ ગણાવવામાં આવે છે. 

ક્રાઇમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું છે કે અબ્દુલ અલીમ સતત રમખાણોના આરોપી ફૈજલ ફારૂખના સંપર્કમાં હતો. દિલ્હીમાં હિંસા દરમિયાન પણ બંને વચ્ચે વાતચીત થઇ. તમને જણાવી દઇએ કે આરોપી ફૈજલનો રાજધાની સ્કૂલમાં થયેલા રમખાણોમાં મહત્વપૂર્ણ રોલ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news