હવે માર્કેટમાં મળશે એન્ટી-વાઇરલ અને એન્ટી-બેક્ટેરિયલ ટોવેલ

એન્ટી-વાઇરલ ફિનિશના કારણે ટોવેલ પર વાઇરસ એકત્ર થતા અટકે છે. તેમાં એવી પ્રોડક્ટના ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે જે આપણને બેક્ટેરિયલ અને પેથોજન બીમારીઓ સામે રક્ષણ આપી શકે. 

હવે માર્કેટમાં મળશે એન્ટી-વાઇરલ અને એન્ટી-બેક્ટેરિયલ ટોવેલ

નવી દિલ્હી: કોરોના વાયરસને લીધે હવે લોકોના જીવનમાં સ્વચ્છતા અને હાઇજિનનું મહત્વ વધી ગયું છે. કોવિડ -19 રોગચાળાના કારણે લોકોમાં જાગૃતિ વધી રહી હોવાથી આગામી દિવસોમાં પર્સનલ હાઇજિન અને હોમકેર પ્રોડક્ટની માંગ વધવાની શક્યતા છે. ત્યારે "નંદન ટેરી પ્રાઇવેટ લિમિટેડે" પ્રોટેક્ટિવ ટેરી ટોવેલ્સની નવી રેન્જ રજૂ કરી છે જે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાઇરસ હોવાનું ટેસ્ટિંગ થયું છે જેથી આ ટોવેલની સપાટી પર માઇક્રોબ્સની વૃદ્ધિને અટકાવી શકાય છે.

કોવિડગ્રસ્ત વિશ્વમાં લોકો પર્સનલ હાઇજિન પર ધ્યાન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા અને ટોવેલ પર વાઇરસની અસર નાબૂદ કરવાના લક્ષ્ય સાથે એન્ટી-બેક્ટેરિયલ ટોવેલનું સંશોધન ગ્રાહકોના ફાયદા માટે કરવામાં આવ્યું છે.  

નંદન ટેરીના સીઈઓ રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે, “અમારા મૂલ્યવાન ગ્રાહકોને સેવા આપવાના હેતુસર નંદન ટેરીએ ઇનોવેટિવ નવી પ્રોડક્ટ વિકસાવી છે જેથી લોકોને ‘ન્યુ નોર્મલ લાઇફ’માં વધારે સંરક્ષણ મળે.” “કોવિડના પગલે ગ્રાહકોના મનમાં હાઇજિનનું મહત્ત્વ વધશે. આ રોગચાળાએ ગ્રાહકોને પર્સનલ સ્તરે હાઇજિન જાળવવા માટે વધારે જાગૃત બનાવ્યા છે જેથી ચેપ લાગવાનું જોખમ ઘટે. લાઇફસ્ટાઇલના આવા ઘણા ફેરફારો આગળ જતા ટેવમાં પરિણમશે.” 

લોકો સ્વચ્છતા, હાઇજિન અને પોતાના વાતાવરણને જંતુમુક્ત રાખવા અંગ વધુ સભાન થયા છે. જીવલેણ વાઇરસ સામે રક્ષણ મેળવવામાં હાથની સ્વચ્છતા મહત્વની છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વેલનેશ કલેક્શન હેઠળ ટોવેલની રેન્જ વિકસાવી છે જે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાઇરલ ફિનિશ ધરાવે છે. તેમાં કોટનને અન્ય ફાઇબર સાથે બ્લેન્ડ કરવામાં આવ્યું છે જેથી તેની લાક્ષણિકતાઓ કાયમ માટે ટકી શકે. 

એન્ટી-વાઇરલ ફિનિશના કારણે ટોવેલ પર વાઇરસ એકત્ર થતા અટકે છે. તેમાં એવી પ્રોડક્ટના ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે જે આપણને બેક્ટેરિયલ અને પેથોજન બીમારીઓ સામે રક્ષણ આપી શકે. વેલનેસ સેગમેન્ટને આગળ લઈ જવા અમે ઇનફ્યુઝન અને કેમિકલ ફિનિશ સાથે ટોવેલની રેન્જ વિકસાવી છે. 

તેમાં શુદ્ધ કોટનની સાથે એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવતા ફાઇબરને મિશ્ર કરવામાં આવે છે. ટોવેલને એન્ટી બેક્ટેરિયલ કેમિકલ્સ સાથે ફિનિશ કરાય છે જેથી દુર્ગંધ અને બેક્ટેરિયાનો વૃદ્ધિ અટકાવી શકાય. એલો વેરા અને કેનેબિસના ઓર્ગેનિક અર્કના ઉપયોગથી ટોવેલ કલેક્શનની એન્ટી-બેક્ટેરિયલ ક્ષમતા વધારવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news