લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો


હુમલો કરનારે અધીરના સ્ટાફની સાથે મારપીટ કરી છે. 

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary)ના ઘર પર આજે સાંજે 5.30 કલાકની આસપાસ હુમલો થયો છે. હુમલો કરનારે અધીર રંજનના સ્ટાફની સાથે મારપીટ કરી છે. અધીર રંજનની ઓફિસમાંથી કેટલિક ફાઇલો પણ લઈને ભાગી ગયા છે. હુમલાના સમયે અધીર રંજના ઘરમાં તેમની પુત્રી હાજર હતી. અધીરનું કહેવું છે કે આમ પ્રથમવાર થયું છે. હું તો તે સમયે નહતો, હું સંસદમાં હતો. ફોન આવ્યા બાદ હું અહીં આવ્યો છું. પોલીસ આવી છે, તપાસ કરી રહી છે, જુઓ શું કહે છે આ લોકો. અધીરનું કહેવું છે કે, અહીં કોઈ સીસીટીવી કેમેરા નથી, જો હોત તો કંઇ ખ્યાલ આવી શકે. 

— ANI (@ANI) March 3, 2020

ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસ તરફથી દિલ્હી હિંસા પર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, સરકાર ઈચ્છતી નથી કે દિલ્હીમાં તોફાનોનું ષડયંત્ર સામે આવે. 

ચૌધરીએ કહ્યું, 'અમે કાર્ય મંત્રણા સમિતિને માહિતી આપી છે કે અમે દિલ્હી તોફાનોના મુદ્દાને ઉઠાવશું, પરંતુ અમને મંજૂરી નથી. સરકારે વિવાદથી વિશ્વાસ બિલ ગૃહમાં રજૂ કર્યું. અમે આ બિલ પર પણ બોલવા ઈચ્છીએ છીએ, પરંતુ સરકાર ઉતાવળમાં છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, અમે મુદ્દા ઉઠાવવાનું શરૂ રાખશું અને સરકારનો વિરોધ કરીશું.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news