બાપુની પુણ્યતિથિ... અને દિલ્હીના રસ્તા પર જીવીત થઈ 30 જાન્યુઆરી 1948!

નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દિલ્હીમાં માર્ચ કાઢતા પહેલા માહોલ ગરમાઇ ગયો. એક વ્યક્તિએ 20 સેકન્ડ સુધી દિલ્હીના રસ્તા પર હથિયારથી તાંડવ કર્યું, જેણે ભયાનક સ્થિતિ ઉભી કરી દીધી હતી. 

બાપુની પુણ્યતિથિ... અને દિલ્હીના રસ્તા પર જીવીત થઈ 30 જાન્યુઆરી 1948!

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી આજે તેવી જ ઘટનાની સાક્ષી બની જેનો આજે વિશ્વ શોક મનાવી રહ્યું છે. 30 જાન્યુઆરી, 1948ની સાંજે જ્યારે દિલ્હીમાં થઈ રહેલી એક પ્રાર્થના સભામાં ભાલ લેવા માટે મહાત્મા ગાંધી જઈ રહ્યાં હતા, ત્યારે એક વ્યક્તિ આવે છે અને તેમના પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દે છે. બાપુની હત્યાના 72 વર્ષ બાદ ફરી દિલ્હીમાં જ્યારે શાંતિ માર્ચ શરૂ થઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ આવે છે અને પિસ્તોલ લહેરાવીને આઝાદી આપવાની વાત કરતા ગોળી ચલાવે છે. તફાવત બસ એટલો રહ્યો કે આ ગોળીથી કોઈનો જીવ ન ગયો, પરંતુ એક વિદ્યાર્થીને જરૂર ઈજા પહોંચી છે. 

વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિના અવસર પર મોદી સરકારના નાગરિકતા સંશોદન કાયદાની વિરુદ્ધ જામિયા વિસ્તારમાં શાંતિ માર્ચ કાઢવામાં આવી રહી હતી. દિલ્હી પોલીસની મંજૂરી મળશે કે નહીં, તે તર્ક-વિતર્કમાં પ્રદર્શનદારી હતી ત્યાં હંગામો ઉભો થઈ ગયો હતો. 

એક વ્યક્તિ ભીડની વચ્ચેથી નિકળીને આવ્યો, હાથમાં પિસ્તોલ લઈને હવામાં લહેરાવી પછી ગોળી ચલાવી દીધી. ગોળી ચલાવનારના હુમલામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. દિલ્હીના રસ્તા પર હુમલો કરનાર જાહેરામાં ગોળી ચલાવી રહ્યો હતો, ત્યારે દિલ્હી પોલીસ થોડે દૂર ઉભીને તમાશો જોઈ રહી હતી. જ્યાં સુધી હુમલો કરનાર સરેન્ડર કરવાની સ્થિતિમાં ન આવ્યો, ત્યાં સુધી પોલીસ તેને કાબૂ ન કરી શકી. 

જાણો જામિયામાં ગોળી ચલાવતા પહેલા હુમલો કરનારે ફેસબુક પર શું લખ્યું હતું

... ફરી જીવીત થયો તે દુષ્ટ દિવસ
આજથી 72 વર્ષ પહેલા 30 જાન્યુઆરી, 1948ના દિલ્હીની સવાર સામાન્ય હતી. બપોરે 3 કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દિવસનું કામ પૂરુ કરીને પોતાના આવાસ પર પહોંચ્યા. થોડા સમય બાદ પ્રાર્થના સભાનો સમય થવાનો હતો. ત્યાં સુધી બાપુ આરામ કરવા લાગ્યા. 

સાંજે આશરે 5 કલાક 10 મિનિટના સમયે સરદાર પટેલ સાથે વાત કર્યાં બાદ આભા અને મનુની સાથે પ્રાર્થના સભા તરફ ચાલ્યા. થોડા સમય બાદ બાપુ પ્રાર્થના સભા પહોંચ્યા, જ્યારે બાપુ લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યાં હતા ત્યારે ભીડમાંથી નાથૂરામ ગોડસે નિકળ્યો, તે નમ્યો અને મનુને ધક્કો મારીને ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી. મહાત્મા ગાંધીના માથા અને પેટ પર નાથુરામ ગોડસેએ ત્રણ ગોળીઓ મારી. 

ગોળી વાગ્યા બાદ મહાત્મા ગાંધીના મોઢામાંથી માત્ર રામ નિકળ્યું અને શાંતિના સૌથી મોટા દુત વિશ્વને અલવિદા કહી ગયા. કટ્ટરતાની તમામ હદ પાર થઈ ચુકી હતી અને દુનિયામાં સન્નાટો હતો. 

શાંતિ માર્ચ વચ્ચે અરાજકતા
તારીખ આજે પણ 30 જાન્યુઆરી છે. વાતાવરણમાં ઠંડીનો માહોલ છે. ચૂંટણીની હલચકમાં નેતાઓના ભડકાઉ નિવેદન તેમાં પેટ્રોલ નાખી રહ્યાં છે. તેની અસર આજે દિલ્હીમાં જોવા મળી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news