કોરોનાકાળમાં નવી સમસ્યા, હવે આ શહેરમાં નદીમાં જોવા મળ્યા ઢગલો મૃતદેહો, લોકો દહેશતમાં

આ મૃતદેહો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે નદી કિનારે રહેતા ગ્રામીણોમાં હડકંપ મચેલો છે.

કોરોનાકાળમાં નવી સમસ્યા, હવે આ શહેરમાં નદીમાં જોવા મળ્યા ઢગલો મૃતદેહો, લોકો દહેશતમાં

ગાઝીપુર: નદીમાં મૃતદેહો તરતા મળી આવવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. હવે ગાઝીપુરમાં ગંગા નદીમાં ઢગલો લાશો તરતી જોવા મળી છે. આ મૃતદેહો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે નદી કિનારે રહેતા ગ્રામીણોમાં હડકંપ મચેલો છે. મામલો સામે આવતા જ જિલ્લાધિકારીએ તપાસ માટે ટીમ બનાવી છે. આ અગાઉ બિહારના બક્સરમાં આવો મામલો સામે આવ્યો હતો. 

અનેક ઘાટો પર મળી આવ્યા મૃતદેહો
ગાઝીપુર જિલ્લાના અનેક ઘાટો પર મૃતદેહો મળી આવ્યા છે. ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ જિલ્લાના ગહમર હદના નરવા, સોઝવા, બુલાકીદાર  બાબા ઘાટો પર ડઝનો જેટલા મૃતદેહો મળ્યા છે. આ ઉપરાંત કરન્ડા વિસ્તારના અનેક ઘાટો પર પણ આવી જ સ્થિતિ જોવા મળી. આ મૃતદેહો મળી આવ્યા બાદથી ગ્રામીણો ખુબ ડરેલા છે. તેમને ડર છે કે જો આ મૃતદેહો કોવિડ-19 દર્દીઓના હશે તો આ નદીના પાણીના ઉપયોગથી તેઓ પણ કોરોના સંક્રમિત થઈ જશે. 

ડીએમએ આપ્યા તપાસના આદેશ
ગાઝીપુરના ડીએમ એમપી સિંહે જણાવ્યું કે જાણકારી મળતા જ અમારા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. મામલાની  તપાસ ચાલુ છે. અમે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે આ મૃતદેહો ક્યાંથી આવ્યા છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે ગાઝીપુરનું ગહમર ગામ બિહારના બક્સર  જિલ્લા નજીક છે. આ અગાઉ સોમવારે બક્સર જિલ્લાના ચૌસા વિસ્તારના મહાદેવા ઘાટ પર મૃતદેહો મળી આવ્યા હતા. ગંગા નદી ગહમર થઈને બિહારમાં પ્રવેશે છે આથી ચૌસા જિલ્લા પ્રશાસનને શંકા હતી કે આ મૃતદેહો યુપીથી વહીને આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news