મુંબઇ હૂમલાના ગુનેગાર ડેવિડ હેડલી પર શિકાગોની જેલમાં હૂમલો, હાલત ગંભીર

પોલીસ પર હૂમલાના આરોપમાં જેલ ભોગવી રહેલા બે ભાઇઓએ હેડલી પર મરણતોલ હૂમલો કર્યો

મુંબઇ હૂમલાના ગુનેગાર ડેવિડ હેડલી પર શિકાગોની જેલમાં હૂમલો, હાલત ગંભીર

નવી દિલ્હી : મુંબઇ આતંકવાદી હૂમલા 26/11 ના આરોપી ડેવિડ હેડલી પર અમેરિકાની શિકાગો જેલમાં જીવલેણ હૂમલો થયો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાઇ રહ્યું છે. આ શિકાગોના નોર્થ એવેસ્ટન હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. જ્યાં તે મોત સામે જઝુમી રહ્યો છે. વાત જાણે એમ છે કે જેલમાં જ બે કેદીઓએ હેડલી પર 8 જુલાઇએ હૂમલો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકી નાગરિક હેડલી પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIની સાથે કામ કરતો હતો. તે 26-11 મુંબઇ હૂમલાનો મુખ્ય કાવત્રાખોરો પૈકી પણ એક હતો. 

મળતી માહિતી અનુસાર શિકાગોની જેલમાં બે કેદીઓએ 8 જુલાઇએ હેડલી પર હૂમલો કર્યો હતો. હૂમલામા ગંભીર રીતે ઘાયલ હેડલીને શિકાગોની નોર્થ અવેસ્ટન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને સીસીયુમાં રખાયો છે અને 24 કલાક તેના પર નજર રાખવામાં આવી રહી છે. જે લોકોએ હેડલી પર હૂમલો કર્યો છે, તે બંન્ને ભાઇ છે અને પોલીસ કર્મચારી પર હૂમલો કરવાનાં આરોપમાં બંન્ને જેલ ભોગવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, હેડલી લશ્કર એ તોયબાના અંડરકવર એજન્ટ તરીકે કામ કરતો હતો.  તેણે મુંબઇ હૂમલા માટે વિસ્તારની માહિતી એકત્ર છે અને પાકિસ્તાનમાં લશ્કરના ટ્રેનિંગ કેમ્પમા હિસ્સો લીધો છે. હૂમલા પહેલા તેણે ભારત આવીને હૂમલાના સ્થળની રેકી કરી હતી. હેડલી સપ્ટેમ્બર, 2006થી જુલાઇ 2008ની વચ્ચે પાંચ વખત ભારત આવ્યો. હૂમલાના સ્થળોની તસ્વીર લીધી અને પાકિસ્તાન જઇને ચર્ચા કરી. 24 જાન્યુઆરી, 2013ના રોજ અમેરિકાની સંઘીય કોર્ટે દોષીત ગણાવ્યા હતા. મુંબઇ હૂમલામાં ભુમિકા માટે 35 વર્ષની જેલ થઇ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 2008માં જ્યારે મુંબઇમાં લશ્કરના આતંકવાદીઓએ 26-11નો હૂમલો કર્યો હતો તે સમયે પાકિસ્તાને પોતાના ફ્રોગ મેન કમાન્ડો દ્વારા લશ્કરના 10 આતંકવાદીઓને ટ્રેન્ડ કર્યો હતો. આ વાતનો ખુલાસો ડેવિડ કોલમેન હેડલીએ પણ કબુલનામામાં કહ્યું હતું કે, કઇ રીતે મુંબઇમાં આતંકવાદીઓે મોકલવા માટે આતંકવાદીઓના માટે પાકિસ્તાની આર્મીએ લશ્કરના ફ્રોગમેન તૈયાર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news