મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તોડી વર્ષો જુની પરંપરા, વિપક્ષે ગુમાવી હતી સત્તા
પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમા અષાઢી એકાદશીના દિવસે દર વર્ષે 10 લાખ કરતા પણ વધારે લોકો દર્શન કરવા માટે આવે છે
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્રમાં વર્ષોથી ચાલી રહેલી પરંપરા હવે તુટી ગઇ છે. દર વર્ષની આ એક પરંપરા રહી છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અષાઢી એકાદશીના દિવસે પંઢરપુર જઇને વિઠ્ઠલદેવની પુજા કરે છે પરંતુ આ વર્ષે મહારાષ્ટ્રમાં હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય લીધો કે આ વર્ષે તેઓ પંઢરપુર જઇને પુજા નહી કરે. અત્રે ઉલ્લેખનીય છે કે,તેમને સોમવારે ત્યા જવાનું હતું પરંતુ તેમણે તેના માટે એક દિવસ પહેલા જ પોતાની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી દીધી.
મહારાષ્ટ્રનાં ઇતિહાસમાં આવી ઘટના પહેલા એકવાર બની ચુકી છે. 1997માં તત્કાલીન મુખ્યમંત્રી મનોહર જોશીએ આ પરંપરા તોડી હતી. જેનો અંજામ એવો થયો કે આગામી ચૂંટણીમાં તેમની સત્તામાંથી હાથ ધોઇ નાખ્યો હતો. વિપક્ષનું તેમ પણ કહેવું છે કે, મુખ્યમંત્રીએ આ પરંપરા તોડીને ખોટું ક્રયું અને હવે આગામી ચૂંટણીમાં તેઓ પણ સત્તામાં હાથ ધોઇ બેસશે.
ફડણવીસે તેની પાછળ ગણાવ્યા ઘણા કારણો.
મળતી માહિતી અનુસાર પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં અષાઢી એકાદશીના દિવસે દર વર્ષે 10 લાખ કરતા પણ વધારે લોકો દર્શન માટે આવે છે. આ મંદિરને મહારાષ્ટ્રમાં ધાર્મિક અને રાજનીતિક દ્રષ્ટીએ ઘણુ મહત્વનું માનવામાં આવે છે. ગત્ત ઘણા વર્ષોથી પરંપરા રહી છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આવીને હાલના દિવસને વિઠ્ઠલ દેવની પુજા કરે છે. જો કે આ વર્ષે પુજા કરનારો ચહેરો મુખ્યમંત્રીનો નહી હોય. આ નિર્ણય તેમણે અષાઢી એકાદશીના માત્ર એક દિવસ પહેલા લીધો.
પોતાના આ નિર્ણય પાછળનું કારણ તેમણે મરાઠા અને ઢાંગરા સમુદાયના આંદોલનકર્તાઓની ધમકીને ઠેરવ્યા. ઉલ્લેખનીય છે કે, આંદોલનકર્તાઓએ હજી સુધી અનામત નહી મળવાનાં કારણે પંઢરપુરમાં ફડણવીસને આ વખતની પુજા નહી કરવા દે તેવી ધમકી ઉચ્ચારી હતી. જ્યારે મુખ્યમંત્રીનું માનવું છે કે તેમણે પોતાની તરફથી સંપુર્ણ પ્રયાસો કર્યા છે પરંતુ આ કેસ મુંબઇ હાઇકોર્ટની પાસે છે અને બીજી તરફ અનામતનો નિર્ણય લાગુ કરી શકે છે. આ ધમકીઓ બાદ ફડણવીસે પોતાની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, તેમની પાસે Z+ સિક્યોરિટી છે જે તેમની સુરક્ષા કરી શકે છે પરંતુ મંદિરમા દર્શન કરવા માટે આવેલા વારકરીના નામ અંગે પ્રખ્યાત વિઠ્ઠલના ભક્તોની સુરક્ષા યથાવત્ત રાખવા માટે તેમણે નહી જવાનો નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે