UP: બારબાળા ડાન્સ કરતા અટકી તો માથામાં ગોળી મારી દીધી, જુઓ ઘટનાનો લાઈવ VIDEO 

ચિત્રકૂટમાં એક લગ્ન સમારોહમાં બારબાળાઓ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી ત્યારે જ અચાનક ડાન્સ કરતા તેઓ અટકી ગઈ અને ભીડમાંથી કોઈએ બારબાળાના માથામાં ગોળી મારી દીધી.

UP: બારબાળા ડાન્સ કરતા અટકી તો માથામાં ગોળી મારી દીધી, જુઓ ઘટનાનો લાઈવ VIDEO 

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ચિત્રકૂટમાં એક લગ્ન સમારોહમાં બારબાળાઓ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી ત્યારે જ અચાનક ડાન્સ કરતા તેઓ અટકી ગઈ અને ભીડમાંથી કોઈએ બારબાળાના માથામાં ગોળી મારી દીધી. વીડિયો (Video) માં સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યું છે કે 'ગોળી ચલા દો, ફાયર કર દો'. ગોળી વાગ્યા બાદ ડાન્સર સ્ટેજ પર જ ફસડાઈ પડી. સ્ટેજ પર ડાન્સ કરતી બારબાળાને ગોળીએ વિંધવાનો વીડિયો પણ હાલ વાઈરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેજ પર બે મહિલાઓ ડાન્સ કરી રહી છે અને બેકગ્રાઉન્ડમાં ખુબ મોટા અવાજ ગીતો વાગે છે. વીડિયોમાં હાજર લોકોનો શોરબકોર પણ સંભળાઈ રહ્યો છે. ડાન્સ કરતા કરતા અચાનક એક ડાન્સર અટકી જાય છે. પરંતુ તેના અટક્યા બાદ આ શોર વધી જાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે સંભળાય છે કે કોઈ વ્યક્તિ ગોળી મારવાની વાત કરી રહ્યો છે. ત્યારબાદ જ્યારે આ યુવતી સ્ટેજ પર ડાન્સર સાથે ઊભી હતી ત્યારે જ અચાનક તેના પર ગોળી છૂટે છે. ગોળીનો અવાજ પણ વીડિયોમાં સંભળાય છે. 

જુઓ ઘટનાનો VIDEO...

ગોળી ચાલ્યા બાદ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ જાય છે. આ ગોળી યુવતીને વાગે છે અને તે પડે છે. સ્ટેજ પર હાજર બીજી ડાન્સર તેને સંભાળવાની કોશિશ કરે છે. મળતી માહિતી મુજબ આ ઘટના 1 ડિસેમ્બરની છે. ગામના પ્રધાન સુધીરસિંહ પટેલની પુત્રીના લગ્ન હતાં અને આ દરમિયાન બારબાળાઓને ડાન્સ માટે બોલાવવામાં આવી હતી. આ ફાયરમાં દુલ્હાના પક્ષના કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. 

દુલ્હા પક્ષમાંથી ઘટનાના બીજા દિવસે ફરિયાદ દાખલ કરાઈ છે. અજાણ્યા યુવક સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે. વીડિયોમાં ગોળી મારતો વ્યક્તિ જોવા મળતો નથી જો કે પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આ મામલે આરોપીને પકડીને તેના પર કાર્યવાહી કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news