કોંગ્રેસના સાંસદ ભાન ભૂલ્યા, સંસદમાં સ્મૃતિ ઈરાની સાથે ગેરવર્તણૂંક, માફીની માગણી 

અધીર રંજનના નિવેદનને રાજકીય ગણાવતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ બોલવા માટે ઊભા થયા. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આવી ઘટનાઓ દેશના બીજા ભાગમાં થાય છે ત્યારે તેઓ ચૂપ કેમ હતાં. જેને લઈને કોંગ્રેસના સભ્યોને ગુસ્સો આવી ગયો.

કોંગ્રેસના સાંસદ ભાન ભૂલ્યા, સંસદમાં સ્મૃતિ ઈરાની સાથે ગેરવર્તણૂંક, માફીની માગણી 

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદોને આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)  સાથે દુર્વ્યવહાર મોંઘો પડી ગયો. ચર્ચા રંગપટ્ટનમ જિલ્લામાં એન્કાઉન્ટર કેસ પર થઈ રહી હતી. પરંતુ કોંગ્રેસના સાંસદોએ સ્મૃતિ ઈરાની સાથે જે વ્યવહાર કર્યો તેના કારણે કોંગ્રેસ પોતે જ બચાવમાં આવી ગઈ. 

લોકસભા (Lok Sabha) માં શૂન્યકાળ શરૂ થતા જ હૈદરાબાદ એન્કાઉન્ટર પર ચર્ચા થવાની શરૂ થઈ ગઈ. કોંગ્રેસના નેતા અધીર ચૌધરી જ્યારે બોલવા માટે ઊભા થયા તો તેમણે હૈદરાબાદ એન્કાઉન્ટર કેસને રાજકીય રંગ આપતા સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે એક બાજુ સરકાર રામ મંદિર બનાવી રહી છે પરંતુ બીજી બાજુ સીતાને બાળવામાં આવી રહી છે. બસ અધીર રંજન ચૌધરીના આ નિવેદનને લઈને સત્તા પક્ષના સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો. અનેક સાંસદો અને મંત્રીઓએ કહ્યું કે ચૌધરી એક ભયાનક ઘટનાને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યાં છે. 

અધીર રંજનના નિવેદનને રાજકીય ગણાવતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ બોલવા માટે ઊભા થયા. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આવી ઘટનાઓ દેશના બીજા ભાગમાં થાય છે ત્યારે તેઓ ચૂપ કેમ હતાં. જેને લઈને કોંગ્રેસના સભ્યોને ગુસ્સો આવી ગયો. સ્મૃતિ ઈરાની બોલી રહ્યાં હતાં અને અચાનક કોંગ્રેસના 3 સભ્યો આગળ વધ્યાં. તેમાંથી બે 2 સાંસદોએ તો હદ જ કરી નાખી. તેઓ બાય ચઢાવતા સ્મૃતિ ઈરાની તરફ આગળ વધ્યાં. હાલાત જોઈને સ્મૃતિ ઈરાનીની બરાબર પાછળ ઓડિશાના સાંસદ સંગીતા દેવી બેઠા હતાં તેઓ સ્મૃતિ ઈરાનીના બચાવમાં આગળ આવ્યાં અને આ સાથે જ કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ સ્મૃતિ ઈરાનીની સામે આવી ગયાં. જે કોંગ્રેસના સાંસદો આગળ વધી રહ્યાં હતાં તેમને તેમણે રોક્યાં અને કોઈ પ્રકારે બચાવ કર્યો. ત્યારબાદ આ ઘટનાને લઈને સત્તાપક્ષના અનેક સાંસદો અને મહિલા સાંસદો દ્વારા આ મામલે માફીની માગણી કરવામાં આવી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

કોંગ્રેસના સાંસદોને સ્મૃતિ ઈરાનીની માફી માંગવા માટે એક કલાકનો સમય અપાયો. એક કલાક બાદ ફરીથી લોકસભાની કાર્યવાહી શરૂ  થઈ. કોંગ્રેસના જે સભ્યો પર આરોપ લાગ્યો હતો તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. આ સાંસદો કેરળના છે. તેઓ પાછા આવ્યાં નહીં. ભાજપના સભ્યોએ કોંગ્રેસ પર નિશાન સાધતા તેની ટીકા કરી અને કહ્યું કે ખાસ કરીને જો મહિલાઓની સાથે લોકસભાની અંદર સદનની અંદર આ પ્રકારની ઘટના ઘટે તો દેશમાં મહિલાઓ પછી ક્યાં સુરક્ષિત છે. સભ્યોએ  કહ્યું કે આ મામલે એવી કાર્યવાહી થવી જોઈએ કે જેનાથી સમગ્ર દેશમાં એક મિસાલ જાય. કારણ કે આ ઘટના લોકસભાની અંદર થઈ છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના સાંસદ માને પણ આ ઘટનાની ટીકા કરી. 

જેવા કોંગ્રેસના લોકસભામાં નેતા અધીર  રંજન ચૌધરી બોલવા માટે ઊભા થયા કે બધાએ કહ્યું કે તમે જાણી જોઈને તે સભ્યોને પાછા મોકલી દીધા છે. તેમને બોલાવો અને માફી મંગાવો પરંતુ કોંગ્રેસ તરફથી કહેવાયું કે તેઓ જતા રહ્યાં છે. આથી ખુબ શોરબકોર થઓ અને આ બધા વચ્ચે લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news