રાશિફળ 10 ઓગસ્ટ: આ રાશિના જાતકો માટે રચાયો છે લક્ષ્મીયોગ, આ પાઠ કરવાથી થશે ખુબ લાભ

રાશિફળ 10 ઓગસ્ટ: આ રાશિના જાતકો માટે રચાયો છે લક્ષ્મીયોગ, આ પાઠ કરવાથી થશે ખુબ લાભ

આજનું પંચાંગ

તારીખ

10 ઓગસ્ટ, 2018 શુક્રવાર

માસ

અષાઢ વદ ચૌદશ

નક્ષત્ર

પુષ્ય

યોગ

સિદ્ધિ

ચંદ્ર રાશી

કર્ક (ડહ)

  1. ચંદ્રનું પુષ્ય નક્ષત્ર છે જેનો સ્વામી શનીદેવ થાય છે. આ નક્ષત્ર ચંદ્ર સાથે હોય ત્યારે વિશેષ ફાયદાકારાક હોય છે.
  2. આજે શુક્રવાર છે. કુળદેવીની ઉપાસના કરી શકાય.
  3. દુર્ગાસપ્તશક્તિ, દેવીકવચ, દેવીસૂક્તનો પાઠ કરવાથી ખૂબ લાભ થાય.
  4. આજે તાબાનાં પાત્રમાં જળ લઈ ઉપરોક્ત પાઠ કરવો પછી તે જળ ઘરના અને વેપારના સ્થાને પ્રત્યેક ઓરડામાં છાંટવું. ત્યારબાદ વધેલું જળ વૃક્ષને પધરાવી દેવું.
  5. કુંવારીકાનું પૂજન કરવું. તેમને યથાશક્તિ દાનદક્ષિણા પણ આપવી.
  6. ઘરમાં કોઈ હિરાનું ઘરેણું હોય તો તેનું પણ પૂજન કરવું.

મેષ (અલઈ)

  • આજે ફિલોસોફીકલ વાત કરો
  • વાતમાં તત્ત્વજ્ઞાન વધું હોય
  • ભાગ્યસ્થાન પ્રબળ બને
  • લક્ષ્મીયોગ પણ રચાયો છે

વૃષભ (બવઉ)

  • પાડોશી સાથે મતભેદ થઈ શકે માટે સુમેળ રાખવો
  • આવેશ અને જુસ્સા સાથે કાર્ય ન કરવું
  • કાર્યમાં વિલંબ સૂચવે છે
  • કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે

મિથુન (કછઘ)

  • વિદ્યાર્થી મિત્રોને સાનુકૂળતા જણાય
  • ભાગ્ય બળવાન
  • આજે નક્કર પરિણામ મળવાની શક્યતા છે
  • વિવાહ સંબંધી નિર્ણયમાં આજે વિલંબ થાય

કર્ક (ડહ)

  • આપની રાશીમાં જ સૂર્ય,ચંદ્ર,રાહુ, બુધ ભેગા છે
  • જુદા જુદા અનેક કાર્ય કરવાની ઇચ્છા થાય
  • ધ્યેય સ્પષ્ટ રાખજો
  • નહીંતર, જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓપ નન જેવી પરિસ્થિતિ સર્જાશે

સિંહ (મટ)

  • એસીડીટીની બિમારીથી આજે સાવધાન
  • કાર્ય કરવાનો જુસ્સો રહે
  • જીવનસાથી સાથે ટકરાવ ન થાય તે જોવું
  • ધનવ્યય થાય જેને આપણે ખોટો ખર્ચ કહીએ છીએ તે થઈ શકે છે. ખિસ્સામાં જરૂર પૂરતા જ પૈસા રાખજો

કન્યા (પઠણ)

  • આપના માટે સવારનો સમયગાળો સાનુકૂળ
  • કાર્યમાં સફળતા મળે
  • મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જાતકોને લાભ
  • તબીબી ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પણ લાભ

તુલા (રત)

  • ઊચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ સાથે સંબંધ થાય
  • મોટા માણસોને મળવાનું પણ થાય
  • સંબંધોમાં નવી ઉષ્મા પણ આવે
  • રાજનેતાને પણ મળવાનું સૂચવી જાય છે

વૃશ્ચિક (નય)

  • ધન પ્રાપ્તિ થઈ શકે છે
  • પરિવારમાં થોડું વૈમનસ્ય સર્જાય
  • સ્નાયુના દુખાવાથી સાચવવાનું રહેશે
  • સંબંધોમાં શુષ્કતા વ્યાપી શકે છે

ધન (ભધફઢ)

  • આપનું લાભસ્થાન પ્રબળ થયું છે
  • મિત્રો દ્વારા આપને સહાય મળે
  • બપોર પછીનો સમય આપને વધુ ફળદાયી
  • આરોગ્ય અંગે સચેત રહેવું પડશે

મકર (ખજ)

  • સંતાનની પ્રગતિના સમાચાર મળી શકે
  • આજે આપનું કાર્ય વખણાય
  • જીવનસાથી સાથે સુમેળ રાખવો
  • સંધ્યા સમયે મનમાં પ્રસન્નતા છવાઈ જાય

કુંભ (ગશષસ)

  • શત્રુ પીડા થઈ શકે છે
  • નોકરીના સ્થળે વૈમનસ્ય ટાળવું
  • સામાન્યપણે મનમાં પ્રફુલ્લિતતા જળવાય
  • એકપ્રકારે મિશ્ર પરિસ્થિતિવાળો દિવસ રહે

મીન (દચઝથ)

  • ધનસ્થાન બળવાન બન્યું છે
  • લાભ અવશ્ય પ્રાપ્ત થાય
  • વૈભવશાળી દિવસ પસાર થાય
  • આજે આપની રાશીમાં હું કોઈ કચાશ જોતો નથી

 

જીવનસંદેશ – ભયમુક્ત જીવન જીવવા પ્રયત્ન કરવો

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news