RS ઉપસભાપતિની ચૂંટણીમાં સજ્જડ હાર, અકળાયેલી કોંગ્રેસે લીધો 'આ' નિર્ણય

ઉપસભાપતિ પદ માટે ગુરુવારે મતદાન થયું હતું. હરિવંશે વિપક્ષના ઉમેદવાર બી કે હરિપ્રસાદને 20 મતોથી હરાવ્યાં. હરિવંશને 125 મતો જ્યારે હરિપ્રસાદને 105 મત મળ્યાં. 

RS ઉપસભાપતિની ચૂંટણીમાં સજ્જડ હાર, અકળાયેલી કોંગ્રેસે લીધો 'આ' નિર્ણય

નવી દિલ્હી: રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ નવા ચૂંટાઈ આવેલા ઉપસભાપતિ હરિવંશના સન્માનમાં આજે સવારે બ્રેકફાસ્ટનું આયોજન કર્યું છે. પરંતુ કોંગ્રેસે આ કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. ઉપસભાપતિની ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર બાદ કોંગ્રેસે આ નિર્ણય લીધો. આ ચૂંટણીથી હવે લોકસભા ચૂંટણીમાં વિપક્ષના મહાગઠબંધન ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં છે. 

ઉપસભાપતિની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના ગઠબંધનને જોરદાર ઝાટકો લાગ્યો છે. રાજ્યસભામાં વિપક્ષી દળ બહુમતમાં હોવા છતાં તેમના ઉમેદવાર બી કે હરિપ્રસાદ એનડીએ ઉમેદવાર હરિવંશ સામે હારી ગયાં. જનતા દળ(યુ)ના સાંસદ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યાં. 

હરિવંશ ઉપસભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યાં તેમના સન્માનમાં સભાપતિ વેંકૈયા નાયડુએ આજે સવારે બ્રેકફાસ્ટના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ભોજમાં સામેલ થવા માટે રાજ્યસભાના તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસે આ ભોજમાં સામેલ ન થવાનું નક્કી કર્યું છે. 

ઉપસભાપતિ પદ માટે ગુરુવારે મતદાન થયું હતું. હરિવંશે વિપક્ષના ઉમેદવાર બી કે હરિપ્રસાદને 20 મતોથી હરાવ્યાં. હરિવંશને 125 મતો જ્યારે હરિપ્રસાદને 105 મત મળ્યાં. 

2019માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા ઉપસભાપતિની ચૂંટણીમાં વિપક્ષી દળોને મળેલી સજ્જડ હારથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી સરકાર સામે એકજૂથ થવાનો દાવો કરનારા વિપક્ષી દળો રાજ્યસભાની એક નાની ચૂંટણીમાં તો એકજૂથ થઈ શક્યા નહીં તો પછી લોકસભા જેવી મોટી ચૂંટણીમાં એક કેવી રીતે થશે. 

વિપક્ષી દળોના તમામ દાવા ત્યારે સાવ પોકળ સાબિત થઈ ગયાં જ્યારે ભાજપના નેતૃત્વવાળા એનડીએના તમામ સભ્યો સદનમાં હાજર હતાં પરંતુ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના બે બે સભ્યો ગેરહાજર હતાં. ડીએમકેના પણ બે સભ્ય સદનમાં હાજર ન હતાં. વાઈએસઆઈ કોંગ્રેસ પાર્ટીના બે સભ્યોએ મતદાનમાં ભાગ ન લીધો. 

ઉપલા ગૃહમાં પીડીપીના બે સભ્યો અને આપના 3 સભ્યો છે. પરંતુ તેમણે પણ મતદાનમાં ભાગ લીધો નહી. સપાનો એક સભ્ય ગેરહાજર રહ્યો. બીજેડી અને ટીઆરએસએ એનડીએના ઉમેદવારનું સમર્થન કર્યું. મતવિભાજન બાદ હરિવંશને ઉપલા ગૃહના ઉપસભાપતિ જાહેર કરવામાં આવ્યાં હતાં. 

હરિવંશના પક્ષમાં જેડીયુના આરસીપી સિંહ,સ ભાજપના અમિત શાહ, શિવસેનાના સંજય રાઉત અને અકાલી દળના સુખદેવ સિંહ ઢિંઢસાએ પ્રસ્તાવ રજુ કર્યો હતો. 244 સભ્યોવાળા સદનમાં મતદાનમાં 232 સભ્યોએ ભાગ લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news