2019 પહેલા મહાગઠબંધનને ઝટકો: આપ સહિત 3 પક્ષોએ છેડો ફાડ્યો
રાજ્યસભાના નંબર ગેમમાં વિપક્ષ સાથે સારા સંબંધોના કારણે ભાજપ સહિત એનડીએમાં ખુશી જ્યારે કોંગ્રેસ સહિત સંયુક્ત મોર્ચાને આઘાત
Trending Photos
નવી દિલ્હી : રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં બીજદ અને ટીઆરએસ દ્વારા જેડીયૂ ઉમેદવારનો સાથ આપવાથી એનડીએનો સંબંધ વધારે મજબુત થયો છે. બીજી તરફ ભાજપની વિરુદ્ધ મોટુ ગઠબંધન બનાવવાના વિપક્ષના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. તે સ્પષ્ટ રીતે સત્તાપક્ષ માટે મોટી સફળતા છે. જ્યારે સંયુક્ત મોરચાના દાવા કરી રહેલ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો જ્યારે બંન્ને જુથો આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ચુક્યા છે. સવાલ તે જ ઉઠી રહ્યો છે કે શું લોકસભા ચૂંટણીમાં પણ તેમનો સાથ કે કેમ ?
રાજ્યસભા નંબર ગેમમાં વિપક્ષ કરતા વધારે મજબુત થવાનાં કારણે એનડીએ દળ ખુબ જ ઉત્સાહમાં આવી ચુક્યું છે. કારણ કે એનડીએ ઉમેદવાર હરિવંશે વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદની વિરુદ્ધ 105ના બદલે 125 મત્ત મેળવ્યા. તેના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે કયા પ્રકારે બીજદ અને ટીઆરએસએ 20 જુલાઇને સરકારની વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ અંગે લોકસભામાં મતદાનથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો, જો કે તેમણે આજે એનડીએનું સમર્થન કર્યું.
બંન્ને દળોનો નિર્ણય એટલા માટે પણ ઘણો મહત્વપુર્ણ છે કારણ કે ભાજપ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજદ અધ્યક્ષ નવીન પટનાયકની સામે પડકાર બનીને ઉભર્યા છે જ્યારે ટીઆરએસ પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ હાના સમય સુધી ભાજપની વિરુદ્ધ ક્ષેત્રીય દળોના સંઘીય મોર્ચાની સંભાવના શોધી રહ્યા છે. એક ભાજપ નેતાએ કહ્યું કે, જો નવીન પટનાયક કોઇ નિર્ણય કરી રહ્યા છે તો તેઓ ભવિષ્યમાં તેમની ગણનાના આધારે થશે. વર્ષ 2009માં કંધમાલ તોફાન બાદ સંબંધો તુટતા પહેલા સુધી પટનાયકની પાર્ટી ભાજપની સહયોગી રહી છે.
આપે પણ છેડો ફાડ્યો
2019ની ચૂંટણી અગાઉ મહાગઠબંધનના નામે વિપક્ષમાં ખેંચતાણ ચાલી રહી છે. જો કે તેમાં સંભવીત પાર્ટનરો એક પછી એક મહાગઠબંધનમાંથી ખસવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજકે હરિયાણામાં જાહેરાત કરી છે કે તેમની પાર્ટી 2019માં ભાજપની વિરુદ્ધ મહાગઠબંધનનો હિસ્સો નથી. કેજરીવાલે તેની પાછળના તર્ક પણ ગણાવી દીધા છે. રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે AAPનો સંપર્ક કરવા મુદ્દે કાલ સુધી પાર્ટીના નેતા રાહુલ ગાંધી પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે કેજરીવાલે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. કેજરીવાલે રોહતકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સંભવિત મહાગઠબંધનમાં એવી પાર્ટીઓ છે જેનો દેશના વિકાસમાં કોઇ જ ભુમિકા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે