ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે અહીં ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?

Cyclone Dana: વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની સંભાવના નહિવત્ છે. વાવાઝોડું લેન્ડફોલ દરમિયાન સૌથી વધુ ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પવનની શક્યતા દર્શાવાઇ રહી છે.

ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે અહીં ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?

Cyclone Dana: આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે. ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી તબાહી મચવાની આશંકા છે, આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. ઓડિશામાં 24થી 25 ઓક્ટોબર સુધી ચક્રવાત દાનાને લઈને દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. 

ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં NDRFની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ લગાવીને 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. 120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત 'દાના'. ઓડિશાના પુરી અને બંગાળના સાગર દીપપુંજની વચ્ચેના દરિયાકિનારા સાથે ટકરાશે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

— Surbhi (@SurrbhiM) October 24, 2024

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારે બપોરે ગંભીર ચક્રવાતી તોફાન દાના ઓડિશાના દરિયાકાંઠાથી 200 કિલોમીટરની અંદર હતું. જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે ચક્રવાત ઓડિશાના ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધમરા બંદર વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, જેમાં પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે.

ગુજરાત પર નહીંવત અસર
વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની સંભાવના નહિવત્ છે. વાવાઝોડું લેન્ડફોલ દરમિયાન સૌથી વધુ ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પવનની શક્યતા દર્શાવાઇ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બર બંગળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે.17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29  નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે. આ લો-પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે. બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે. જોકે, અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news