'ક્યાર' વાવાઝોડું આગામી 24 કલાકમાં અતિ તીવ્ર સ્વરૂપ ધારણ કરશેઃ હવામાન વિભાગ

હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, 'પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર કર્ણાટકના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે.'
 
'ક્યાર' વાવાઝોડું આગામી 24 કલાકમાં અતિ તીવ્ર સ્વરૂપ ધારણ કરશેઃ હવામાન વિભાગ

નવી દિલ્હીઃ 'ક્યાર' વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન 'અતિ તીવ્ર' સ્વરૂપ ધારણ કરે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જેના કારણે દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારો, કર્ણાટકના સમુદ્ર કિનારા અને ઉત્તર કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, 'પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર કર્ણાટકના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે.'

— ANI (@ANI) October 26, 2019

શુક્રવારે ક્યાર વાવાઝોડું પશ્ચિમ રત્નાગિરીથી 190 કિમી અને દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 330 કિમી દૂર અરબી સમુદ્રમાં કેન્દ્રીત હતું. આ વાવાઝોડું આગામી 5 દિવસમાં ઓમાન તરફ ફંટાય તેવી સંભાવના છે. 

— ANI (@ANI) October 26, 2019

અત્યારે કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના માછીમારોની 500 જેટલી બોટે કરવારમાં શરણ લીધી છે. આ ઉપરાંત ઉડુપી અને મેંગલુરૂમાં પણ 120 જેટલી બોટે માછીમારો સાથે આશરો લીધો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્ર કિનારે રાહત-બચાવ કાર્ય માટે 5 સ્થળે જહાજ અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શનિવારે બપોરે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડ દ્વારા એક રેસ્ક્યુ ઓપેરશન હાથ ધરાયું હતું, જેમાં માછીમારોને બચાવાયા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news