ભરૂચ: વિદ્યાર્થીઓએ જવાનોને દિવાળી કાર્ડ મોકલી શુભેચ્છા પાઠવી, રક્ષણ માટે આભાર પણ માન્યો

શહેરની મુન્શી મેમોરિયલ સ્કૂલ, બીએડ કોલેજ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ૭૦૦ થી વધુ દિવાળીના ગ્રીટિંગ્સ જાતે બનાવી સરહદ ઉપર તૈનાત વીર જવાનોને મોકલ્યા છે

ભરૂચ: વિદ્યાર્થીઓએ જવાનોને દિવાળી કાર્ડ મોકલી શુભેચ્છા પાઠવી, રક્ષણ માટે આભાર પણ માન્યો

ભરત ચુડાસમા/ભરૂચ : શહેરની મુન્શી મેમોરિયલ સ્કૂલ, બીએડ કોલેજ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ૭૦૦ થી વધુ દિવાળીના ગ્રીટિંગ્સ જાતે બનાવી સરહદ ઉપર તૈનાત વીર જવાનોને મોકલ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતની જાણ થતા ગ્રિટિંગ્સના પ્રદર્શનમાં પહોંચી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભરૂચની મુન્શી મેમોરિયલ સ્કૂલ, બીએડ કોલેજ અને આઈટીઆઈ ના વિદ્યાર્થીઓએ ૭૦૦ થી વધુ દિવાળીના ગ્રીટિંગ્સ જાતે બનાવી સરહદ ઉપર તૈનાત વીર જવાનોને મોકલી અને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી છે. ભારત દેશમાં વિવિધ ધર્મો અને જાતિના લોકો વસે છે. ત્યારે તેઓના તહેવારો પણ અનોખા હોઈ છે. દેશનો સૌથી મોટો તહેવાર જોવા દિવાળી અને નૂતન વર્ષનો છે. સમગ્ર દેશમાં આની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દેશની રક્ષા કાજે જે જવાનો સરહદ ઉપર તૈનાત હોય છે તેમના માટે ભરૂચના આ સંસ્થાના બાળકોએ સુંદર મજાના દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન પાઠવવા માટે ૭૦૦ ગ્રીટિંગ્સ કાર્ડ બનાવી અને સેના ની ત્રણે પાંખને મોકલાયા છે.

ભરૂચની આ શાળાના વિદ્યાર્થીઓએ અથાગ મહેનત કરી અને સરસ મજાના દિવાળીના ગ્રીટિંગ્સ બનાવ્યા હોવાની વાત ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ થતા તેઓ આ કાર્ડ જોવા માટે પહોંચી ગયા હતા. કાર્ડ ની પાછળ બાળકોએ કરેલી મહેનત જોઈ જિલ્લા પોલીસ વડા પણ ચકિત થઇ ગયા હતા. સંસ્થા દ્વારા ૭૦૦ કાર્ડ માંથી ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.઼

મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર આવા કાર્યક્રમો અને સ્પર્ધાઓ રાખવામાં આવે છે. જેથી બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ જન્મે. શાળા ના બાળકો દ્વારા બનાવાયેલ ૭૦૦ જેટલા ગ્રીટિંગ્સ કાર્ડ ભારતીય એરફોર્સ, નેવી અને આર્મીના જવાનોને મોકલવામાં આવશે. અંતે તેઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ટ્રસ્ટી સલીમભાઇ અમદાવાદી, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news