Hamoon Cyclone: વાવાઝોડું 'હામૂન' બન્યું ખતરનાક, જાણો કયા વિસ્તારોમાં કરાઈ છે વરસાદની આગાહી
Cyclone Hamoon: ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્રમાં વધુ એક દબાણ સર્જાયુ છે જેની આહટ હવે જોર જોરથી સંભળાવવા લાગી છે. બંગાળની ખાડી ઉપર બનેલું આ ડીપ ડિપ્રેશન સોમવારે સાંજે ચક્રવાતમાં ફેરવાઈ ગયું
Trending Photos
Cyclone Hamoon: ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્રમાં વધુ એક દબાણ સર્જાયુ છે જેની આહટ હવે જોર જોરથી સંભળાવવા લાગી છે. બંગાળની ખાડી ઉપર બનેલું આ ડીપ ડિપ્રેશન સોમવારે સાંજે ચક્રવાતમાં ફેરવાઈ ગયું. જો કે તેની ભારતીય તટો પર બહુ અસર જોવા મળશે નહીં. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ જાણકારી આપી. આઈએમડીએ જણાવ્યું કે બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું અને ચક્રવાતી તોફાનમાં ફેરવાયું.
તેમણે જણાવ્યું કે સાંજે 5.30 વાગે ઓછા દબાણની આ સિસ્ટમ ઓડિશાના પારાદીપ તટથી લગભગ 320 કિમી દૂર પશ્ચિમ બંગાળના દીઘાથી 360 કિમી દક્ષિણમાં અને બાંગ્લાદેશમાં ખેપુપારાથી 510 કિમી દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં હતું. આઈએમડીએ જણાવ્યું કે આગામી 12 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર તેના એક તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની આશંકા છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના સ્વરૂપે 25 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાની આજુબાજુ ખેપુપારા અને ચટગાંવ વચ્ચે બાંગ્લાદેશ તટને પાર કરે તેવી શક્યતા છે. આ બધા વચ્ચે ઓડિશા સરકારે પણ જિલ્લાધિકારીઓને કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. તસરકારે ભારે વરસાદ પડે તે સ્થિતિમાં પ્રશાસનને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવા પણ જણાવ્યું છે.
હવામાન વૈજ્ઞાનિક યુ એસ દાસે કહ્યું કે આ સિસ્ટમ ઓડિશા તટથી 200 કિમી દૂર સમુદ્રમાં આગળ વધશે. તેના પ્રભાવથી સોમવારે ઓડિશાના કાંઠા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ તથા આગળના બે દિવસોમાં કેટલીક જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદની વકી છે.
આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે બંગાળની ખાડી ઉપર હવાની ગતિ ધીરે ધીરે વધીને મંગળવાર સવાર સુધીમાં 80-90 કિમી પ્રતિ કલાકથી વધીને 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે સંભવિત ચક્રવાતની ઓડિશા પર કોઈ સીધી અસર નહીં પડે. પરંતુ કેટલાક દુર્ગા પંડાલોને નુકસાન પહોંચી શકે છે. જે હવાની આટલી તેજ ગતિનો સામનો કરી શકે તેમ નહીં હોય.
હવામાન વિભાગના જણવ્યાં મુજબ ચક્રવાતી પવનના કારણે છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં લગભગ 15 મિમી વરસાદ પડ્યો અને સોમવાર તથા મંગળવારે કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આઈએમડીના જણાવ્યાં મુજબ માછીમારોને બુધવાર સુધી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં અને ઓડિશાના કાંઠા અને ઉત્તર બંગાળની ખાડી પાસે ન જવા કહેવાયું છે. આ બધા વચ્ચે પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં હવામાન વિભાગે મંગળવારે પૂર્વ મેદિનીપૂર, કોલકાતા અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓના કેટલાક ભાગોમાં આકાશીય વીજળી પડવા સાથે આંધી અને મધ્યમ દરજ્જાના વરસાદની ભવિષ્યવાણી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે