ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી : માથે બે-બે વાવાઝોડાની અસરના ભણકારા વાગી રહ્યા હતા, પરંતુ
Cyclone Tej Alert : હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં આગામી પાંચ થી છ દિવસ કોઇ વરસાદ નથી. તેમજ વાતાવરણમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે
Trending Photos
Cyclone Tej Alert Live News : હવામાન વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે તેજ વાવાઝોડાને લઈને અપડેટ આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતના દરિયા કિનારે તેજ વાવાઝોડું નહિ આવે. એટલુ જ નહિ, તેજ વાવાઝોડાથી ગુજરાત પર કોઇ અસર નહી થાય. ગુજરાતના વાતાવરણમાં પણ કોઇ ફેરફાર નહિ થાય. જોકે, માછીમારોને હવે દરિયો ખેડવાની છૂટ આપી દેવાઈ છે. પરંતું માછીમારોને દરિયામાં છેક અંદર સુધી ન ખેડવા એલર્ટ કરાયા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ તેજ વાવાઝોડું યમન તરફ જતુ રહ્યું છે. આજે ૨૪ ઓક્ટોબરના રોજ સવારે યમનમાં વાવાઝોડું ટકરાયું છે. આ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં આગામી પાંચ થી છ દિવસ કોઇ વરસાદ નથી. તેમજ વાતાવરણમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે.
ગુજરાત માથે હાલ બે-બે વાવાઝોડાની સ્થિતિના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ હવે વાવાઝોડાની અસર મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી પાંચ થી સાત દિવસ વરસાદની હાલ કોઈ શક્યતા નથી અને વાવાઝોડાની અસર પણ ધીમી પડી રહી છે. તેઓએ તેજ વાવાઝોડા અંગે માહિતી આપતા જણાવ્યું કે આ સાયક્લોન હવે વેરી સિવિયરમાંથી નબળું પડીને સિવિયર સાઇકોલોન બની ગયું છે અને તેમની ડાયરેક્શન નોર્થ વેસ્ટ બાજુ છે. જે યમન કોસ્ટને 24મી ઓક્ટોબરના રોજ ક્રોસ કરે તેવી શકયતા જોવા મળી રહી છે.
નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે