CoWIN પોર્ટલ પર જોવા મળી મોટી ગડબડ, રસી લેવા માંગતા 18 થી 44 વર્ષના લોકો માટે જોવા મળે છે આવું
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે અને 18થી 44 વર્ષના લોકોને પણ હવે રસી અપાઈ રહી છે. રસી મૂકાવવા માટે લોકોએ CoWIN પોર્ટલથી સ્લોટ બૂક કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોવિડ પોર્ટલ પર મોટી ગડબડી જોવા મળી રહી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝનો સ્લોટ બતાવી રહ્યું છે.
શું છે કોવિડ પોર્ટલ પર ગડબડી?
વાત જાણે એમ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની પ્રક્રિયા 1 મેથી શરૂ થઈ ગઈ છે અને નિયમો મુજબ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધાના 4 અઠવાડિયા બાદ બીજો ડોઝ અપાય છે. જ્યારે કોવિશીલ્ડ માટે બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર છે. 18 વર્ષથી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ થયે હજુ માત્ર 3 અઠવાડિયા થયા છે અને આવામાં બીજા ડોઝનો તો સવાલ જ નથી. પરંતુ આમ છતાં બીજા ડોઝની ઉપલબ્ધતા કોવિન પોર્ટલ પર દેખાડવામાં આવી રહી છે.
લોકોમાં વધી રહ્યું છે કન્ફ્યૂઝન
રસી એપોઈન્ટમેન્ટ બૂક કરવા માટે કોવિન પોર્ટલ જ એકમાત્ર રસ્તો છે. પરંતુ અહીં જે લોકો એપોઈન્મેન્ટ બૂક કરવાની સતત કોશિશ કરી રહ્યા છે તેમનામાં બીજા ડોઝની ઉપલબ્ધતા દેખાડવામાં આવતા અસમંજસની સ્થિતિ છે.
સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી
કોવિન પોર્ટલ પર ગડબડી સામે આવ્યા બાદ હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે આવું કેમ થાય છે. જ્યારે નિયમ મુજબ કોવેક્સીનના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 4 સપ્તાહનું અને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર રાખવાનું હોય છે.
@MaxHealthcare Please check your slots for 18+ category on #COWIN for #Delhi. They all show available for second dose while the advisory is min 4 weeks and now it is 12 weeks so none of those who took their first jab from 1st may till now would be eligible. Pls check and change
— Mahaveer Agarwal (@agarwal_mahi) May 20, 2021
અત્યાર સુધી અપાયા 19,60,51,962 રસીના ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયના આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં 19,60,51,962 કોરોના રસીના ડોઝ અપાયા છે. જેમાંથી 15.29 કરોડ લોકોને પહેલો ડોઝ મળી ગયો છે. જ્યારે 4.32 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ મળી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે