શું કોરોનાનો સામનો કરવા મદદરૂપ છે આ દવાઓ? જાણો શું છે વાયરલ પ્રિસ્ક્રિપ્શનનું સત્ય
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આ સમયે કોરોના મહામારીનો સામનો કરવામાં આવી રહ્યો છે. તમામ પ્રયત્નો કરવા છતાં દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સંકટના સમયે પણ કેલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી જાણખારી શેર કરી રહ્યાં છે. દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલના નામથી એક ખોટી પ્રિસ્ક્રિપ્શન હાલમાં સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. બની શકે છે કે, આ પ્રિસ્ક્રિપ્શન તમારી પાસે પણ WhatsApp પર આવી હોય. આ પ્રિસ્ક્રિપ્શન સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર રાજ કમલ અગ્રવાલના લેટર પેડ પર લખવામાં આવી છે. હોસ્પિટલે તેમના સત્તાવાર નિવેદનમાં તેને સંપૂર્ણ ખોટું હોવાનું જણાવ્યું છે.
આખરે શું લખ્યું છે પ્રિસ્ક્રિપ્શનમાં?
વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે ICMRની ગાઈડલાઇન્સ અનુસાર, જે કોવિડ પોઝિટિવ લોકોને હોમ આઇસોલેશનમાં રહેવું જોઈએ. આ ઉપરાંત, તેમાં કોવિડ-19 દર્દીઓના સંપર્કમાં આવતા લોકો માટે હાઇડ્રોક્સીઇક્લોરોક્વીન, વિટામીન સી, ઝિન્ક, ક્રોસિન, કેપોલિન, સેટ્રીઝીન અને એક ખાંસીની દવાનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ દવાઓ કોવિડ-19ના દર્દીઓ અથવા તેના લક્ષણ ધરાવતા લોકોને આપવામાં આવે છે પરંતુ આ દવાઓને ડોક્ટરની સલાહ વગર લેવી ઘાતક થઈ શકે છે.
હોસ્પિટલે જાહેર કર્યું સત્તાવાર નિવેદન
હોસ્પિટલના આ પ્રિસ્ક્રિપ્શનને ખોટું ગણાવ્યું છે. હોસ્પિટલે ટ્વીટ કરી લખ્યું કે, અમને જાણવા મળ્યું છે કે, કોઇએ નકલી ફોટો શેર કર્યો છે અને ડોક્ટરના હસ્તાક્ષર પણ નકલી છે. SGRHIndia આ પ્રકારના સંદેશોથી પોતાને દૂર રાખે છે.
It has been brought to our notice that someone has circulated a fake image and forged the doctor's signature. #SGRHIndia strongly dissociates it self from such messages. pic.twitter.com/2obOptXxhp
— Sir Ganga Ram Hospital (@sgrhindia) June 11, 2020
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની અત્યાર સુધીમાં કોઈ વેક્સીન મળી આવી નથી. ના કે તેની કોઈ દવા બની છે. એવામાં આ દાવો યોગ્ય સાબિત થતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે