Corona: આગામી 30 દિવસ ખતરનાક, કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

દેશભરમાં કોરોનાના 3 ટકા કેસ પંજાબથી આવી રહ્યાં છે, દેશમાં કોરોનાથી થનારા કુલ મોતનો 4 ટકા આંકડો પંજાબથી છે. એક્ટિવ કેસ અને મોતોના આંકડાના મામલામાં દિલ્હી અને હરિયાણાની સ્થિતિ પંજાબથી સારી છે.
 

Corona: આગામી 30 દિવસ ખતરનાક, કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસ અને રસીકરણ (Vaccination) ની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 92 ટકા દર્દીઓ રિકવર થઈ ચુક્યા છે. 1.3 ટકા મૃત્યુ થયા છે. લગભગ 6 ટકા નવા કોવિડ કેસ છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ફેબ્રુઆરીમાં 6 ટકા થઈ ગયો હતો. હવે તે 24 ટકા થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે. સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રના સાત જિલ્લામાં છે. દેશના કુલ કેસમાંથી લગભગ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. કોરોનાથી થતા મૃત્યુમાં 34 ટકા મહારાષ્ટ્રથી નોંધાઈ રહ્યાં છે. જે લોકો ઇન્ફેક્ટેડ છે કે આઇસોલેટ છે, ત્યાં સખત નિયમની જરૂર છે, હાલ છત્તીસગઢ સૌથી વધુ ચિંતાનો વિષય છે. નાનું રાજ્ય હોવા છતાં 6 ટકા કેસ છત્તીસગઢથી આવ્યા છે અને મૃત્યુ 3 ટકા છે. કોરોનાની બીજી લહેરની શરૂઆતથી છત્તીસગઢમાં ઇન્ફેક્શનની સાથે મૃત્યુ પણ વધુ થયા છે. છત્તીસગઢમાં દરરોજ મોતનો આંકડો 38 નોંધાયો છે અને એવરેજ કેસ 4900 સામે આવ્યા છે. 

અમારો ઈરાદો કોઈ રાજ્ય પર આંગળી ઉઠાવવાનો નથી, આ સાથે મળીને કામ કરવાની એક્સરસાઇઝ છે, જેમાં ભારત સરકાર રાજ્ય સરકારો સાથે મળી કામ કરી રહી છે, તેથી અમે છત્તીસગઢનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ. છત્તીસગઢની આસપાસ ન વધુ વસ્તીવાળા રાજ્યોમાં ન માત્ર એવરેજ કેસ ઓછા છે, સાથે મૃત્યુ પણ ઓછા થયા છે. હવે આરટીપીસીઆર ટેસ્ટ વધારવા માટે રાજ્યનો વિનંતી કરવામાં આવી છે. 

— ANI (@ANI) April 6, 2021

દેશભરમાં કોરોનાના 3 ટકા કેસ પંજાબથી આવી રહ્યાં છે, દેશમાં કોરોનાથી થનારા કુલ મોતનો 4 ટકા આંકડો પંજાબથી છે. એક્ટિવ કેસ અને મોતોના આંકડાના મામલામાં દિલ્હી અને હરિયાણાની સ્થિતિ પંજાબથી સારી છે. પંજાબમાં આરટીપીસીઆરનો શેર 76 ટકા છે જે સંતોષજનક છે, પરંતુ છત્તીસગઢમાં તેને સુધારવાની જરૂર છે. કર્ણાટકમાં પણ કેસ સતત વધી રહ્યાં છે, પહેલા 399 કેસ આવતા હતા જે વધીને 4376 થઈ ગયા છે. કેસમાં 4 ગણો વધારો ચિંતાનું કારણ છે. સોમવારે દેશમાં વેક્સિનના 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા જેના કારણે અમે આજ સવાર સુધી 8 કરોડ 31 લાખ ડોઝ લગાવ્યા છે. 

— ANI (@ANI) April 6, 2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 96982 નવા કેસ આવ્યા બાદ પોઝિટિવ સંખ્યા 1 કરોડ 26 લાખ 86 હજાર 49 થઈ ગઈ છે. આ દરમિયાન 446 લોકોના મૃત્યુ થવાથી મૃત્યુઆંક 1 લાખ 65 હજાર થઈ ગયો છે. દેશભરમાં સતત 27 દિવસથી નવા કેસમાં વધારા બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 7 લાખ 88 હજાર 223 થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news