Corona વાયરસ હવે આ રીતે કરે છે હુમલો: રિપોર્ટ નેગેટિવ હોય છતાં થઈ શકે છે સંક્રમણ, એક જ વ્યક્તિને ફરી થઈ શકે છે કોરોના
એક વાર જે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું હોય તે વ્યક્તિને ફરીવાર પણ કોરોના થઈ શકે છે. આ સૌથી મોટી ખબર સામે આવી છે. એ જ કારણ છેકે, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છેકે, કોરોનાના કેસ વધી શકે છે. દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. કોરોના સામે લડવા માટે વેક્સીન લેવી અને માસ્ક પહેરવું અને નિયમોનું પાલન કરવું એ જ એક ઉપાય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ દેશમાં હજારો લોકોને કોરોના ભરખી રહ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ એપ્રિલ મહિનો ગત વર્ષના એપ્રિલ મહિનાની યાદ અપાવે છે. કેમ કે, ગત વર્ષે પણ એપ્રિલ મહિનામાં કોરોનાએ આવી જ રીતે હાહાકાર મચાવ્યો હતો.
BJP નો સ્થાપના દિવસ: જાણો નરેન્દ્ર મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય
એકવાર કોરોના થઈ ગયેલા લોકો જો એમ વિચારી રહ્યા હોય કે તેમને ફરી કોરોના નહીં થાય તો તે લોકો આ વહેમમાંથી બહાર આવી જાય. કેમ કે, હવે કોરોનાની એ લહેર શરૂ થઈ ગઈ છે જેમાં એકવાર કોરોના સંક્રમિત થયેલા લોકોને ફરી કોરોના થઈ રહ્યો છે. જી હા, મેડિકલ રિસર્ચના ક્ષેત્રમાં ભારતની સર્વોચ્ચ સંસ્થા ICMRએ દાવો કર્યો છે કે, ભારતમાં કોરોના વાયરસ રિઈન્ફેક્શનના 4.5 ટકા કેસ સામે આવ્યા છે. એનો મતલબ છે કે, 100માંથી લગભગ 4.5 ટકા એવા છે જેઓને કોરોના પોઝિટિવ થઈને નેગેટિવ આવ્યા બાદ ફરીથી કોરોના થઈ રહ્યો છે.
કોરોના રિઈન્ફેક્શન એટલે શું?
જણાવી દઈએ કે, એકવાર કોરોના થયા બાદ ફરીથી કોરોના થવાની ઘટનાને કોરોના રિઈન્ફેક્શન કહેવામાં આવે છે. ICMRનું કહેવું છે કે, જે વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય અને 102 દિવસમાં નેગેટિવ થઈને ફરી કોરોના પોઝિટિવ થાય તો તેને કોરોના રિઈન્ફેક્શન કહેવામાં આવે છે. આ માટે ICMRના વિજ્ઞાનીઓની ટીમે 1300 લોકોના કેસોની તપાસ કરી, જેમાં 58 લોકોને કોરોના રિઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું. રિઈન્ફેક્શનને સમજવું આ સ્થિતિમાં ખૂબ જરૂરી છે. કેમ કે, લોકો એવું માની રહ્યા છે કે તેમને એકવાર સંક્રમણ થયું માટે તેઓ હવે સુરક્ષિત છે. પણ તે તમામ લોકો જાણી લે કે, એકવાર સંક્રમણ બાદ થતાં કોરોનાના કેસો હવે વધી રહ્યા છે.
Photos: સ્ટાર્સની બહેનો પણ છે રૂપરૂપનો અંબાર, હોટ લુક જોઈને તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ
રિઈન્ફેક્શનનો અભ્યાસ અત્યંત જરૂરીઃ
એપિડેમિયોલોજી એન્ડ ઈન્ફેક્શન જનર્લના અભ્યાસ મુજબ, SARS-CoV-2 રિઈન્ફેક્શનની પરિભાષા સર્વેલન્સ વધારવા માટે અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પોઝિટિવ કેસોની જિનોમ સિક્વન્સિંગ ન થઈ જાય ત્યાં સુધી કોઈ દાવા સાથે ન કહી શકાય કે કોરોના ઈન્ફેક્શન થયું. મુંબઈની જસલોક હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કન્સલ્ટન્ટ જનરલ મેડિસિન ડો. રોહન સિકોઈયાએ કહ્યું કે, કોરોના વાયરસને કારણે રિઈન્ફેક્શન થઈ શકે છે કે નહીં, એને લઈને સાયન્ટિફિક કમ્યુનિટીમાં ચર્ચા ચાલી રહી છે. હજુ તે બાબત સ્પષ્ટ નથી કે, શરીરમાં બનેલી એન્ટિબોડી કાયમ રહેશે કે પછી સમાપ્ત થઈ જશે.
IPL 2021: પોતાના દમ પર આખી મેચ બદલી નાખનાર દમદાર બેટ્સમેનોની કહાની
શા માટે થાય છે રિઈન્ફેક્શનઃ
તમામને એ સવાલ થાય કે એકવાર કોરોના થયા બાદ ફરીથી કેમ રિઈન્ફેક્શન થઈ રહ્યું છે. ત્યારે જણાવી દઈએ કે, રિઈન્ફેક્શનની પાછળનું મુખ્ય કારણ કોરોના વાયરસમાં થનારું મ્યૂટેશન છે. જેના કારણે અલગ અલગ અંદાજે નવા અવતારમાં વાયરસ સામે આવી રહ્યો છે. આવામાં કોઈ વ્યક્તિ અગાઉ સંક્રમિત થઈને નેગેટિવ આવે તો તેને નવા સ્ટ્રેનની ઈફેક્ટ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે