બુધવારે લોન્ચ થશે દેશનું સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-11

યૂરોપિયન સ્પેસ ટ્રાંસપોર્ટર એરિયન સ્પેસે તેમની વેબસાઇટ પર લખ્યું છે કે લોન્ચિંગ 5 ડિસેમ્બરની સવારે 2:07થી 3:23 વચ્ચે થશે.

બુધવારે લોન્ચ થશે દેશનું સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-11

નવી દિલ્હી: દેશનું સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11ના લોન્ચિંગની તૈયારી તેના છેલ્લા તબક્કામાં છે. તેને યૂરોપના એરિયન-5 રોકેટ દ્વારા બુધવાર સવારે ફ્રેન્ચ ગયાનાથી પ્રક્ષેપિત કરવામાં આવશે. યૂરોપિયન સ્પેસ ટ્રાંસપોર્ટર એરિયન સ્પેસે તેમની વેબસાઇટ પર લખ્યું છે કે લોન્ચિંગ 5 ડિસેમ્બરની સવારે 2:07થી 3:23 વચ્ચે થશે.

આ કોમ્યનિકેશન સેટેલાઇટનું વજન 5854 કિલોગ્રામ છે. તેના દ્વારા દેશમાં ઇન્ટરનેટની સ્પીડને વધારવામાં મદદ મળશે. સેટેલાઇટના લોન્ચિંગ પહેલ વર્ષની શરૂઆતમાં કરવાની હતી, પરંતુ ઇસરોએ તેની સિસ્ટમમાં ટેકનિકલી ખામીને જોઇને તેને ફ્રેંચ ગુયાનાથી તપાસ માટે પરત મગાવવામાં આવ્યું છે. ઇસરોએ સેટેલાઇટને પરત મગાવવાની જરૂરિયાત એપ્રિલમાં પડી હતી. જ્યારે જીસેટ-6એ મિશનની અસફળતા પછી તે સમયે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. 29 માર્ચને લોન્ચ થયાને તરત પછી જીસેટ-6એ સેટેલાઇટ નિયંત્રણથી બહાર થઇ ગયું છે અને તેના સિગ્નલ મળી રહ્યાં ન હતા.

ઇસરોના ચેરમેન કે.સિવને કહ્યું હતું કે ચાર ઉચ્ચ ક્ષમતાવાળા થ્રોપુટ સેટેલાઇટ આવતા વર્ષે દેશમાં દર સેકેન્ડ 100 ગીગીબાઇટ ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે. ચારમાંથી બે સેટેલાઇટ જીસેટ-19 અને જીસેટ-11 પહેલાથી લોન્ચ થઇ ગયા છે. જીસેટ-11ને બુધવારે લોન્ચ કરવામાં આવશે અને જીસેટ-20ને આવતા વર્ષે પ્રક્ષેપિત કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે સેટેલાઇટ દેશને સૌથી વધુ સ્પીડવાળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવાશે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં અને ડિજિટલ વિભાજન સમાપ્ત કરશે.

જીસેટ-11 ગ્રામિણ અને નજીકના દ્વીપ વિસ્તારમાં મલ્ટી-સ્પોર્ટબીમ કવરેજ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ દેશમાં પહેલાથી વર્તમાન ઇનસેટ અથવા જીસેટ સેટેલાઇટ સિસ્ટમની સરખામણીએ યૂઝર્સને વધારે સ્પીડ આપશે. આ નવી પેઢીને એપ્લિકેશનને ડિસ્પ્લે કરવા માટે પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરવાશે. ભારેખમ સેટેલાઇટ એટલું મોટું છે કે પ્રત્યેક સોલર પેનલ ચાર મીટરથી વધારે લાંબી છે, જે એક મોટા રૂમ બરોબર છે. સેટેલાઇટને સૌથી પહેલા જિયોસિંક્રોનસ ટ્રાંસફર ઓરબિટમાં રાખવામાં આવશે. ભારત માટે જીસેટ-11નું વિશેષ એરિયન-5 વાહન કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઇસ્ટિટ્યૂટના જિયો-કોમ્પસેટ-2થી લોન્ચ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news