કોરોનાની સારવારના નિયમમાં થયા મોટા ફેરફાર, તમારે જાણવા ખુબ જરૂરી


Discharge policy for Coronavirus patients : MoHFWએ નવી પોલિસીમાં કહ્યું કે, ડિસ્ચાર્જ બાદ દર્દીએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. ડિસ્ચાર્જના 14માં દિવસે ડોક્ટરો દર્દીનું ફોલો-અપ લેશે.

કોરોનાની સારવારના નિયમમાં થયા મોટા ફેરફાર, તમારે જાણવા ખુબ જરૂરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના રિકવર થયા બાદ ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય  (MoHFW)એ શનિવારે સવારે નવી પોલિસી જાહેર કરી છે. નવા ફેરફારો મુજબ, હળવા કેસેમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરરીયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે. દર્દીમાં લક્ષણ ન દેખાવા અને સ્થિતિ સામાન્ય લાગવા પર 10 દિવસની અંદર હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. ડિસ્ચાર્જ થયા બાદ દર્દીએ હવે 14 દિવસની જગ્યાએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવલે ટેલી-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે.

એસિમ્પ્ટોમેટિક કેસ માટે આ વ્યવસ્થા
એવા દર્દી જેમાં કોરોનાના લક્ષણ નથી/હલ્કા છે, તેને કોવિડ કેયર ફેસિલિટીમાં રાખવામાં આવશે. જ્યાં તેણે રેગ્યુલર ટેમ્પ્રેચર ચેક અને પલ્સ ઓક્સિમેટ્રી મોનિટરિંગમાંથી પસાર થવું પડશે. જો 3 દિવસમાં તાવ ન આવ્યો તો દર્દીને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે. તેની પહેલા ટેસ્ટિંગની જરૂર રહેશે નહીં. ડિસ્ચાર્જ સમયે દર્દીને સાત દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા, જો ક્યારેય ઓક્સીજન સૈચુરેશન 95 ટકાથી નીચે જાય છે તો દર્દીને ડેડેકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (CDC) લઈ જવામાં આવશે. 

The policy is aligned with the guidelines on the 3 tier COVID facilities and the categorization of the patients based on clinical severity.

— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 8, 2020

મોડરેટ કેસમાં સીધા ઓક્સીજન બેડ પર થશે દાખલ
થોડા ગંભીર લક્ષણ વાળા દર્દીઓને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સીજન બેડ પર રાખવામાં આવશે. તેણે બોડી ટેમ્પ્રેચર અને ઓક્સીજન સૈચુરેશન ચેકમાંથી પસાર થવું પડશે. જો તાપ ત્રણ દિવસમાં ઉતરી જાય છે અને દર્દીનું આગામી 4 દિવસ સુધી સૈચુરેશન લેવલ 95 ટકાથી વધુ રહે છે તો દર્દીને 10 દિવસ બાદ રજા આપી શકાય છે. પરંતુ તાવ, શ્વાસ લેવામાં તકલિફ અને ઓક્સીજનની જરૂરીયાત ન હોવી જોઈએ. તેવામાં દર્દીનો ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કરવામાં આવશે. 

ગંભીગ દર્દીઓ માટે નવી ગાઇડલાઇન્સ
તેવા દર્દી જે ઓક્સીજન સપોર્ટ પર છે, તેને ક્લિનિકલ સિમ્પ્ટમ્સ દૂર થયા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સતત 3 દિવસ સુધી ઓક્સીજન સૈચુરેશન મેન્ટેન રાખનાર દર્દી ડિસ્ચાર્જ થશે. આ સિવાય એચઆઈવી દર્દી અને અન્ય ગંભીર બીમારીઓ વાળા દર્દીએ ક્લિનિકલ રિકવરી અને RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે. 

ડિસ્ચાર્જ બાદ શું થશે?
દર્દીને રજા મળ્યા બાદ 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. જો તાવ, કફ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણ જોવા મળે તો દર્દીએ કોવિડ કેયર સેન્ટર અથવા સ્ટેટ હેલ્પલાઇન કે પછી 1075 પર સંપર્ક કરવાનો રહેશે. 14માં દિવસે દર્દીનું ફોલો-અપ ટેલી-કોન્ફરન્સ દ્વારા લેવામાં આવશે. 

ભારતમાં કોરોનાના કેસ 59 હજારને પાર
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in india) ના સંક્રમણના મામલા વધવાની ગતિ ફરીથી વધી ગઈ છે. હવે ભારતમાં કોરોનાના મામલા 10 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, જે થોડા દિવસ પહેલા 13 દિવસ પર પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કુલ મામલા વધીને 59,662 પર પહોંચી ગયા છે, જેમાં 1981 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news