નોકરી કરનાર માટે ઝટકો! મિનિમમ પગાર અને બોનસ કાપવાની તૈયારીમાં કંપનીઓ


એસ્લોયર્સ એસોસિએશનના એજિસમાં કંપનીઓના પ્રતિનિધિએ શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી હતી. પછી એસોસિએશને કેટલાક સૂચનો આપ્યા છે. 

 નોકરી કરનાર માટે ઝટકો! મિનિમમ પગાર અને બોનસ કાપવાની તૈયારીમાં કંપનીઓ

નવી દિલ્હીઃ જો તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. વર્ષમાં તમને જે બોનસ મળે છે અને મહિનામાં પગારમાં જે મિનિમમ રૂપિયા મળે છે, તેના પર કંપનીઓની નજર છે. કંપનીઓ ઈચ્છે છે કે બે-ત્રણ વર્ષ માટે એવો નિયમ બની જાય કે તે આપવા જ ન પડે. કંપની પોતાના હિસાબે નિયમ બનાવીને તેમ કરવા ઈચ્છે છે. કંપનીઓએ આ સૂચન કેન્દ્ર સરકારને આપ્યા છે. કંપનીઓની વાત જો સરકારે માની તો નિયમ લાગૂ પણ થઈ શકે છે. 

એસ્લોયર્સ એસોસિએશનના એજિસમાં કંપનીઓના પ્રતિનિધિએ શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી હતી. પછી એસોસિએશને કેટલાક સૂચનો આપ્યા છે. સરકારને તે વિનંતી કરી છે કે બે-ત્રણ વર્ષ માટે લેબર કાયદામાં છૂટ આપવામાં આવે જેથી કર્મચારીઓને ન મિનિમમ વેતન આપવું પડે અને ન બોનસ.

જે પગાર કર્મચારી કે મજૂરોને આપીએ તે  Corporate Social Responsibility હેઠળ આવે. તે હેઠળ કંપનીઓને સામાજીક કામમાં સરકાર છૂટ આપે છે. 

કામનો સમય 12 કલાક વધારવામાં આવે
તે પણ કહેવામાં આવ્યું કે, કામનો સમય 12 કલાક સુધી વધારી દેવામાં આવે. શ્રમિકોની સાથે થનારા વિવાદ માટે ડિસ્પ્યૂટ એક્ટમાં પણ છૂટ દેવામાં આવે જેથી લેબર મામલામાં કેસના ચક્કર પૂરા થઈ શકે. કારખાના ખોલવા માટે મિનિમમ 50 ટકા કર્મચારીની મંજૂરી આપવામાં આવે. હાલ લૉકડાઉન દરમિયાન 30 ટકા કર્મચારીને કામ કરવાની મંજૂરી મળી છે. 

પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં પીએફ વાળી યોજનાનો ફાયદો કંપનીઓને વધુ આપવામાં આવે. આ યોજનામાં સરકારી કર્મચારી અને કંપની બંન્નેનો ભાગ સરકાર જમા કરે છે. આ સિવાય કંપની ચલાવવા માટે સરકાર પેકેજ આપે, સાથે લાઇટબિલમાં પણ સબ્સિડી આપવામાં આવે.

માઇગ્રેન્ટ લેબરનો ડેટાબેસ બને, લેબરને લઈને સહાયતા આપવામાં આવે. કર્મચારી અને કંપની તરફખી કર્મચારીની સામાજીક સુરક્ષાના ખર્ચમાં ઘટાડો કરવામાં આવે. 

આ તમામ સૂચનો સાંભળ્વાય બાદ શ્રમ મંત્રી સંતોષ ગંગવાર અને શ્રમ મંત્રાલયમાં સચિવ હીરાનંદ સાંવરિયાએ કંપનીઓને આશ્વાસન આપ્યું છે કે કોરોના સંકટના સમયમાં કંપનીઓની યથાસંભવ મદદ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news