આપણે જેટલો કોરોનાને અટકાવીશું તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે: PM મોદી

દેશમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે આજે બે દિવસની કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠકનો દોર શરૂ થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ ચંડીગઢ સહિત પહાડી અને પૂર્વોત્તરનાં રાજ્યોની સાથે બેઠક કરી રહ્યા છે. મુખ્યમંત્રીઓ સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના વાયરસનાં કારણે થયેલું કોઇ પણ મોત અસહજ કરનારુ છે.

આપણે જેટલો કોરોનાને અટકાવીશું તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે: PM મોદી

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે આજે બે દિવસની કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠકનો દોર શરૂ થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ ચંડીગઢ સહિત પહાડી અને પૂર્વોત્તરનાં રાજ્યોની સાથે બેઠક કરી રહ્યા છે. મુખ્યમંત્રીઓ સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના વાયરસનાં કારણે થયેલું કોઇ પણ મોત અસહજ કરનારુ છે.

બે દિવસની બેઠકમાં આજે શરૂઆતનાં તે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલનો સમાવેશ થાય છે જ્યાં 20 હજારથી ઓછા સંક્રમિતો હોય અને ડોઢ સોથી ઓછા લોકોનાં મોત થયા હોય. આ રાજ્યોમાં પહાડી રાજ્યો, પૂર્વોત્તરનાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. 

આ પ્રદેશો સાથે બેઠક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંડીગઢ, ઉતરાખંડ, હિમાચલ, લદ્દાખ, ઝારખંડ, છત્તીસગઢ, ગોવા, કેરળ, પુડુચેરી, અસમ, ત્રિપુરા, મેઘાલય, અરૂણાચલ, મિઝોરમ, સિક્કીમ, મણિપુર, નાગાલેન્ડ, અંડમાન નિકોબાર, દાદરાનગર હવેલી અને દમણ દીવ તથા લક્ષદ્વીપનાં મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. 

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યા મંગળવારે લગભગ સાડા 3 લાખ થઇ ચુકી છે. હવે રોજ 10 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોના મહામારીથી મરનારાઓની સંખ્યા પણ લગભગ 10 હજાર થઇ ચુકી છે. મોતના આંકડાથી કોરોના પ્રભાવિત રાજ્યો જ નહી કેન્દ્ર સરકાર પણ ખુબ જ ચિંતિત છે. એટલા માટે મોદી આજે એકવાર ફરીથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. 

વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધનમાં પ્રવાસી મજૂરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે,  ગત્ત થોડા અઠવાડીયાઓથી હજારો ભારતીય વિદેશથી ભારત પરત ફર્યા છે. બીજી તરફ હજારો પ્રવાસીઓ મજૂરો પણ પોતાનાં ઘરે પરત ફર્યા છે. બીજી તરફ પ્રવાસી મજૂરો પણ પોતાના ઘરે પરત ફર્યા છે. હજી લગભગ તમામ પરિવહન સેવાઓ ચાલુ કરી દેવામાં આવે છે. કારણ કે કોવિડ 19નો પ્રકોપ ભારતમાં અન્ય દેશોની તુલનામાં ઓછા છે. 

વડાપ્રધાને કહ્યું કે, અમે યોગ્ય સમયે જે નિર્ણય કર્યો, તેનાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મદદ મળી છે. ભવિષ્યમાં જ્યારે પણ ભારતની કોરોના વિરુદ્ધની લડાઇનો અભ્યાસ કરવામાં આવશે. આ સમયને એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે કેવી રીતે આ દરમિયાન આપણે સાથે મળીને કામ કર્યું, Co-operative Federalism નું આ સર્વોત્તમ ઉદાહરણ રજુ કર્યા. 

વિશ્વનાં મોટા મોટા એક્સપર્ટ્સ, હેલ્થના જાણકાર, લોકડાઉન અને ભારતના લોકો દ્વારા દર્શાવાયેલા  અનુશાસનની આજે ચર્ચા કરવામાં આવી રહી છે. આજે ભારતમાં રિકવરી રેટ 50 ટકાથી ઉપર છે. વડાપ્રધાને આજે કહ્યું કે, ભારત વિશ્વનાં દેશોમાં અગ્રણી છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓનાં જીવન બચી રહ્યા છે. આપણે આ વાતને હંમેશા ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આપણે કોરોનાને જેટલું અટકાવશો, તેને જેટલો વધતો અટકાવી શકીશું.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે, આપણે કોરોનાને જેટલો અટકાવી શકીશું તેનું વધવું જેટલું અટકાવી શકશો, તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે. આપણી ઓફીસો, માર્કેટો ખુલશે, ટ્રાન્સપોર્ટનાં સાધનો ખુલશે, અને તેટલા જ રોજગાર માટેનાં અવસરો પણ આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news