રિલાયન્સના શેર ઓલ ટાઇમ હાઈ પર, આશરે 3 મહિનામાં 90 ટકા થયો ગ્રોથ


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જીયો પ્લેટફોર્મમાં અત્યાર સુધી 10 રોકાણકારો પૈસા લગાવી ચુક્યા છે. હવે 11માની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઓલઆઇમ હાઈ પર પહોંચી ગયા છે. 

રિલાયન્સના શેર ઓલ ટાઇમ હાઈ પર, આશરે 3 મહિનામાં 90 ટકા થયો ગ્રોથ

નવી દિલ્હીઃ જ્યાં કોરોના વાયરસ મહામારીને કારણે ભારતની મોટા ભાગની કંપની નુકસાન વેઠી રહી છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જીયો પ્લેટફોર્મને નવા રોકાણકારો મળી રહ્યાં છે. અત્યાર સુધીમાં કંપનીમાં 10 રોકાણકારોએ પૈસા લગાવ્યા છે. જેની મદદથી કંપનીએ 1.04 લાખ કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. સોમવારે સમાચાર આવ્યા કે સાઉદી અરબનું વેલ્થ ફંડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (Public Investment Fund) આવનારા દિવસોમાં જીયો પ્લેટફોર્મમાં આશરે 11,400 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. 

પાછલા મહિને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાઇટ્સ ઇશ્યૂ દ્વારા 53 હજાર કરોડ રૂપિયા ભેગા કર્યા છે. નિષ્ણાંતોનું માનવુ છે કે ઝડપથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધઠી રહી છે, તેનાથી છેલ્લા બે મહિનામાં કંપનીના શેરમાં મોટો વધારો થયો છે. મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્રીઝના શેર ઓલટાઇમ હાઈના લેવલ પર પહોંચ્યા હતા. તેની કિંમત માર્ચમાં સૌથી ઓછી 867 રૂપિયાથી 90 ટકા વધીને મંગળવારે  1647.85 રૂપિયાના સ્તર સુધી પહોંચી હતી. 

સાવધાન! ઝેરી હોઈ શકે છે તમારૂ સેનેટાઇઝર, પ્રથમવાર સીબીઆઈએ જાહેર કર્યું એલર્ટ  

કઈ-કઈ કંપની કરી ચુકી છે રોકાણ
1. સૌથી પહેલા 22 એપ્રિલે ફેસબુકે આ કંપનીમાં રોકાણ કર્યું, જે અત્યાર સુધીનું સૌથી મોટુ રોકાણ હતું. ફેસબુકે કંપનીમાં આશરે 9.99 ટકા ભાગીદારી ખરીદતા 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 

2. ફેસબુક બાદ સિલ્વર લેક કંપનીએ જીયો પ્લેટફોર્મની 1.15 ટકા ભાગીદારી ખરીદી અને 5665.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. આ ડીલ 5 મેએ થઈ હતી. 

3. થોડા દિવસો પછી, 8 મેના રોજ, અમેરિકાની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ કંપનીએ ફરીથી જિઓ પ્લેટફોર્મના 2.32 ટકા શેર ખરીદ્યા અને આ સોદો 11,367 કરોડ રૂપિયામાં થયો હતો.

4. 17 મેના રોજ, જિઓ પ્લેટફોર્મ્સને બીજો રોકાણકાર મળ્યો અને વૈશ્વિક ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિક 1.34 ટકા હિસ્સો 6,598.38 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

5- થોડા દિવસો પછી 22 મેના રોજ, જિઓ પ્લેટફોર્મ્સને પાંચમો રોકાણકાર મળ્યો. યુએસ ઇક્વિટી કંપની કેકેઆરએ કંપનીમાં 2.32 ટકા હિસ્સો 11,367 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

6. 5 જૂને અબુ ધાબીના વેલ્થ ફંડ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટે કંપનીમાં 1.85 ટકા હિસ્સો 9,093.60 કરોડમાં ખરીદ્યો.

7- 5 જૂને, ખાનગી ઇક્વિટી ફંડ સિલ્વર લેક 4,546.80 કરોડ રૂપિયામાં જિયો પ્લેટફોર્મ્સમાં 0.93 ટકા હિસ્સો ખરીદ્યો છે.

8- 8 જૂને, થોડા દિવસો પછી, કંપનીને તેના આઠમા રોકાણકાર મળ્યા. અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ કંપનીમાં 1.16 ટકા હિસ્સો 5683.50 કરોડમાં ખરીદ્યો છે.

9- શનિવાર, 13 જૂન, અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટી.પી.જી. કેપિટલએ જિઓમાં 4546.80 કરોડનું રોકાણ કર્યું છે. તેણે કંપનીમાં 0.93 ટકા હિસ્સો ખરીદ્યો છે.

10 - 13 જૂનના રોજ મોડી રાત સુધીમાં, એક અન્ય સમાચાર આવ્યા કે એલ કેટરટને પણ 1894 કરોડનું રોકાણ કર્યું છે. તેણે જિઓમાં 0.39 ટકા હિસ્સો લીધો છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news