PM મોદીની અપીલ પર કોંગ્રેસનો હુમલો, કોરોના સામે જંગ પર ઉઠાવ્યા ઘણા સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિઓને અપીલ કરી છે કે આ રવિવારે રાત્રે નવ કલાકે ઘરની બાલકનીમાં દીપ પ્રગટાવો, તેના પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસે તેને લઈને ઘણા સવાલ ઉઠાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તે આ રવિવાર (5 એપ્રિલ) રાત્રે 9 કલાકે પોતાના ઘરની બાલકનીમાં દીવો પ્રગટાવે. પીએમની આ અપીલ પર સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ જ્યાં લોકો તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે તો ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. આ ક્રમમાં કોંગ્રેસે સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી તબક્કાવાર ઘણા ટ્વીટ કર્યાં છે.
કોંગ્રેસે પીએમની અપીલ પર નિશાન સાધવા માટે આઈસીયૂ બેડ્સ, વેન્ટિલેટર, ટેસ્ટ કિટ અને મેડિકલ સાધનોનો સહારો લીધો છે. કોંગ્રેસે પીએમ મોદીની અપીલ પર કટાક્ષ કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય વ્યવસ્થાઓની નબળી સ્થિતિને પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.
કોંગ્રેસનું કહેવું છે કે આ તમામ સવાલોથી પીએમ મોદી છુપાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસે જે ટ્વીટ કર્યાં છે, તેમાં સવાલોની પાછળ પીએમ મોદીની તસવીર છે.
દર 100 વર્ષમાં થાય છે મહામારીનો હુમલો, કરોડો લોકો ગુમાવે છે જીવ
કોંગ્રેસે પૂછ્યા ઘણા સવાલ
કોંગ્રેસે સૌથી પહેલા સવાલ કર્યો છે કે તે વાતની વારંવાર માગ કરવામાં આવી રહી છે કે આપણા સ્વાસ્થ્યકર્મિઓને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે પરંતુ સરકાર સતત તેને નજરઅંદાજ કરી રહી છે. આ લડાઇ લડનારા લોકો પ્રત્યે આવું વલણ તેના જીવનને આફતમાં મુકી રહ્યું છે. આ સાથે ક્રિએટિવમાં સવાલ કરવામાં આવ્યો છે કે ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મિઓ સુરક્ષા સાધનોના અભાવમાં સતત બીમાર થઈ રહ્યાં છે. સરકાર તેને જરૂરી પીપીઈ ક્યારે ઉપલબ્ધ કરાવશે.
Govt should immediately announce a Financial Action Plan-II that will reassure poor & provide financial support to those left out of the first economic package announced by the FM. #PutNationOverPublicity pic.twitter.com/D9RsJlCQa0
— Congress (@INCIndia) April 3, 2020
ત્યારપછીના ટ્વીટમાં કોંગ્રેસે લખ્યું છે કે ટેસ્ટ ક્ષમતાને વધારવી સમયની જરૂરીયાત છે પરંતુ અહીં તો વર્તમાન ટેસ્ટ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. સરકાર કઈ વાતની રાહ જોઈ રહી છે? આ સાથે ટ્વીટ કરવામાં આવેલા સવાલમાં પૂછવામાં આવ્યું કે, સરકાર નિષ્ણાંતોની સલાહને ઇગ્નોર કેમ કરી રહી છે અને ટેસ્ટિંગ ક્ષમતા વધારવાની ના કેમ પાડી રહી છે.
Why didn't PM Modi invite donations to the already existing PM National Relief Fund? What was the need to establish another fund which has no clarity?#PutNationOverPublicity pic.twitter.com/kCht0kj8BV
— Congress (@INCIndia) April 3, 2020
આગામી ટ્વીટમાં કોંગ્રેસે લખ્યું છે કે આઈસીયૂ બેડ, વેન્ટિલેટર અને આઇસોલેશન વોર્ડની સંખ્યા વધારવી આ સમયે ખૂબ મહત્વપૂર્ણ છે. શું સરકાર આપણી વર્તમાન ક્ષમતા અને તેને વધારવાની યોજના પર સ્પષ્ટતા પ્રદાન કરશે. આ સાથે ટ્વીટમાં સવાલ લખવામાં આવ્યો છે કે વેન્ટિલેટર, આઈસીયૂ બેડની સંખ્યા વધારવી અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારૂ બનાવવા સરકારની શું યોજના છે.
કોંગ્રેસે પોતાના આગલા ટ્વીટમાં લખ્યું છે કે સરકારે આ લૉકડાઉનના સમય દરમિયાન દેશના વિવિધ ભાગમાંથી સામે આવેલા ભાવ વધારાના મુદ્દાને સંબોધિત કરવાની જરૂર છે. આ સાથે ક્રિએટિવમાં સવાલ કરવામાં આવ્યો છે કે શાક, ગેસ અને ફ્યૂલના ભાવ વધુ છે, સરકાર નાણાકીય પેકેજની ક્યારે જાહેરાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે